GSTV
GSTV લેખમાળા News Trending World

Pandora Papers : ટેક્સ ચોરીનો પર્દાફાશ કરતા આ નવા દસ્તાવેજો શું છે? ટેક્સ ચોરી કરનારાઓને કોઈ ફરક પડશે?

Pandora Papers

આજ કાલ અવાર નવાર ટેક્સ ચોરી અને ટેક્સ સેવિંગ્સના નામે ચાલતા કૌભાંડો ભારત સહિત દુનિયાના કેટલાય દેશોમાં ઉજાગર થતાં રહે છે. ટેક્સ ચોરીને સંબંધિત દસ્તાવેજો લીક થતાં કેટકેટલાય સેલિબ્રિટીઓ અને રાજનેતાઓની સો કોલ્ડ દેશભક્તિના લીરેલીરા ઊડી જાય છે એ વાતમાં હવે કઇ ખાસ નવાઈ પણ નથી રહી. હમણાં જ થોડા દિવસો પહેલા Pandora Papers નામે કેટલાક ખાનગી દસ્તાવેજોનો પર્દાફાશ થયો છે. જેમાં કેટલાય દેશોના શ્રીમંત લોકો, સેલિબ્રિટીઓ, રાજનેતાઓ અને ઉચ્ચસ્તરીય સનદી અધિકારીઓના ટેક્સ ચોરીના કાંડનો કાળો ચીઠ્ઠો સામે આવ્યો છે. તો ચાલો જાણીએ કે આ પેન્ડોરા પેપર્સ શું છે? અને કઇ રીતે કાયદા અને સરકારની આંખોમાં ધૂળ નાખીને આ ટેક્સ ચોરો પોતાના સ્વાર્થ ખાતર નૈતિકતાને બાજુમાં મુકી રહ્યા છે.

પેન્ડોરા પેપર્સ છે શું?

પેન્ડોરા પેપર્સ એ એક પ્રકારનું ‘સ્ટિંગ ઓપરેશન’ છે, જે વિશ્વના જુદા જુદા 117 દેશોના 600 જેટલા પત્રકારો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ કનસોર્ટીયમ ઓફ ઇન્વેસ્ટીગેટ જર્નાલિસ્ટ એટલે કે ICIJI ના સમન્વય દ્વારા ટેલિવિઝન નેટવર્ક ‘લા સેકસ્ટા’ અને ELPAIS દ્વારા દુનિયાભરના પત્રકારોને સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ICIJI ના પત્રકારોને 14 આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ કંપનીઓ પાસેથી 11.9 મિલિયન જેટલી ફાઈલો મળી આવી હતી. આ 11.9 મિલિયન ફાઈલો કે જેમાં દેશ અને દુનિયાના ધનકુબેરો, રાજનેતાઓ અને સેલિબ્રિટીઓના ટેક્સ ચોરીના હિસાબો છે જેને પેન્ડોરા પેપર્સ નામ આપવામાં આવ્યું છે.

કોણ કોણ શામેલ છે ?

લીક થયેલા પેન્ડોરા પેપર્સમાં એક નહીં પરંતુ અનેક પ્રભાવશાળી વ્યક્તિઓના નામ સામે આવે તેવી શક્યતા છે. હાલ ફોર્બ્સ મેગેઝિનની દુનિયાના સૌથી વધુ અમિર લોકોની યાદીમાં આવતા 113 કારોડપતિઓ અને 35 જેટલા રાજનેતાઓના નામ પેન્ડોરા પેપર્સમાં ટેક્સ ચોરીને લીધે ખૂલી ગયા છે. પેન્ડોરા પેપર્સની લીક થયેલી પ્રારંભિક યાદીમાં 300 જેટલા ભારતીયોમાં અનિલ અંબાણી,  સચિન તેન્ડુલકર, જેકી શ્રોફ, દિગ્ગજ કોંગ્રેસ નેતા સતીશ શર્મા તેમજ નીરવ મોદીની બહેન પૂર્વી મહેતા સહિત અનેક સેલિબ્રિટીઓના નામનો પર્દાફાશ થયો છે.

કેટલુ મોટું છે આ ટેક્સ ચોરીનું કૌભાંડ?

ICIJIના અનુમાન મુજબ, ઓફશોર કંપનીઓના નામે કરાયેલી ટેક્સ ચોરી 5.6થી 32 ટ્રિલિયન (લાખ કરોડ) ડોલર જેટલી હોય શકે છે. આ ઉપરાંત ICIJI દ્વારા જાહેર નિવેદનોમાં કહેવાયું છે કે, પેન્ડોરા પેપર્સની યાદીમાં શામેલ ટેક્સ ચોરોએ ટેક્સ હેવન દેશોમાં ઓફશોર કંપનીના માધ્યમથી લગભગ 600 અબજ ડોલર જેટલો ચોરીનો ટેક્સ છુપાવ્યો છે.

કઇ રીતે થાય છે આ ટેક્સ ચોરી?

સેલિબ્રિટીઓ, ધનકુબેરો અને રાજનેતાઓ સામાન્ય રીતે પોતે જે દેશમાં રહે છે એ દેશના ટેક્સથી બચવા માટે અન્ય કોઈ ટેક્સ હેવન દેશમાં કે જ્યાં પોતાના દેશની સરખામણીએ ઓછો ટેક્સ છે અથવા ટેક્સ નહિવત છે ત્યાં પોતાના પૈસાનું રોકાણ કરે છે. અને જે દેશમાં પોતાનો પૈસો છુપાયો હોય તે દેશના ટેક્સ કલેક્શન ડીપાર્ટમેન્ટ અથવા સરકાર સાથે સાંઠ-ગાંઠો બનાવીને પોતે કરેલ રોકાણની કે પોતે બચાવેલ ટેક્સની નાણાકીય માહિતી જાહેર થવા દેતા નથી. આવા ટેક્સ ચોરો પાસે ટેક્સ હેવન દેશોમાં રોકાણ કરવા માટે મોટી ક્રેડિટ રકમ હાથવગી હોય છે જેથી તેઓ તે દેશોમાં પૈસાના જોરે પ્રોપર્ટીસથી લઈને નાગરિકતા પણ ખરીદી શકે છે. જ્યારે બીજી બાજુ ટેક્સ હેવન દેશોની સરકારો પોતાના દેશમાં વિદેશી હુંડિયામણ આવતું હોવાથી આવા અન્ય દેશોના ટેક્સ ચોરોને પોતાના દેશોના કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓમાંથી લૂપ હૉલ શોધીને અભય વરદાન આપતા હોય છે. જેથી અન્ય દેશોની સરકારો દ્વારા નાણાકીય માહિતીને એક્સેસ કરી શકાતી નથી.

આ દેશો છે ટેક્સ હેવન

વિશ્વના ટોચના ટેક્સ હેવન દેશોમાં સ્વિટઝરલેન્ડ, પાનાંમાં, લક્ઝમબર્ગ, કેમેન આઇલેન્ડ, બર્મુડા, બ્રિટિશ વર્જીન આઇલેન્ડ, નેધરલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. આ ટેક્સ હેવન દેશો પોતાના દેશોમાં વિદેશી રોકાણકારો દ્વારા થયેલા રોકાણને વિશ્વ સ્તરીય પર જાહેર કરતાં નથી. અને રોકાણકારોને તેમની સરકાર દ્વારા તેમના પૈસાને સલામતી આપે છે.

શું ભારત બહાર ઓફશોર કંપની અથવા ખાનગી ટ્રસ્ટ ખોલવા લીગલ છે?

ભારતીય કાયદો ટ્રસ્ટને એન્ટિટી અથવા કાનૂની વ્યકતી તરીકે જોતો નથી, પરંતુ ટ્રસ્ટમાં સ્થાયી થયેલ સંપતિનો ઉપયોગ અને સંચાલન કરવાની જવાબદારી રૂપે ટ્રસ્ટીને માન્યતા આપે છે. ઈન્ડિયન ટ્રસ્ટ એક્ટ, 1882 મુજબ ભારતમા ટ્રસ્ટ શરૂ કરવું એ સંપૂર્ણપણે કાયદેસર છે અને ભારત સિવાયના અન્ય દેશોના અધિકાર ક્ષેત્રોમાં પણ ભારતીય વ્યક્તિ કાયદેસર રીતે ટ્રસ્ટ સ્થાપી શકે છે. એવું નથી કે આ વખતે પેન્ડોરા પેપર્સ  દ્વારા જ આ ટેક્સ ચોરી નો પર્દાફાશ થયો છે. પરંતુ અવારનવાર સમયાંતરે અનેક વિદેશી સંસ્થાઓ દ્વારા આવા કૌભાંડોનો ખુલાસો થતો રહે છે. વર્ષ 2013 માં ‘ઓફશોર લિકસ’ નામે ટેક્સચોરીનો ખુલાસો થયેલો જેમાં 260 GB જેટલો ડેટ અને 2.5 મિલિયન જેટલી ફાઈલો લીક થઈ હતી. ત્યાર બાદ 2016 માં જાહેર થયેલા ‘પનામાં પેપર્સ’ કે જેમાં ભારતીય સુપરસ્ટાર બિગ બી અમિતાભ બચ્ચનનું નામ પણ સામે આવ્યું હતું તે પનામાં પેપર્સમાં 2.6 TB  જેટલો ડેટા બહાર આવેલો જેમાં 11.5 મિલિયન જેટલી ફાઇલ્સ હતી. પાનાંમાં પેપર્સ જાહેર થયાના એક જ વર્ષ બાદ વર્ષ 2017 માં ‘પેરેડાઈઝ પેપર્સ’ લીક થાય હતા જેમાં 1.4 GB નો ડેટ હતો અને અધધ 13.4 મિલિયન જેટલી ફાઈલો હતી. આ ડેટ લીક થાય બાદ વિશ્વના અંનેક ધનકુબેરો અને સેલિરિટીઓ સામે નૈતિક્તાના પ્રશ્નો ઊભા થયા હતા.

આ વર્ષે ચર્ચાનો વિષે બનેલા પેન્ડોરા પેપર્સમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2.94 TBનો ડેટ લીક થયો છે જેમાં અધધ 11.9 મિલિયન ફાઈલો સામે આવી છે. ICIJI દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ પેન્ડોરા પેપર્સની આ ફાઇલોમાં લગભગ 64,06,119 જેટલા ડોક્યુમેન્ટ્સ, 29,37,513 જેટલા ઇમેજ (ફોટા) ફાઇલ. 12,05,716 જેટલા ઇમેલ્સ, 4,67,405 જેટલી એક્સેલ સ્પ્રેડશીટ્સ, 8,511 જેટલી પાવરપોઇન્ટ પીપીટીઝ 3497 જેટલી ઓડિયો ક્લિપ્સ, અને 1421 જેટલા વિડીયો ફૂટેજ સહિત અન્ય પ્રકારની 9 લાખ જેટલી ફાઈલો સામે આવી છે. જે બધુ થઈને 11.9 મિલિયન ફાઈલો થાય છે.

સામાન્ય લોકો હોય કે ધનકુબેરો હહઓય તેમને પૈસા કયામત તો રોકી શક્યતા નથી પરંતુ કાયદા અને કાનૂનના ચુસ્ત પાલન દ્વારા તેમના દ્વારા થતી ટેક્સ ચોરીને અટકાવી જરૂર શકાય છે.

Related posts

વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!

Zainul Ansari

ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના

Hardik Hingu

નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત

Hardik Hingu
GSTV