પાંડેસરામાં માતા-બાળકીની હત્યા અને દુષ્કર્મ મામલે સુરત પોલીસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ કે, પહેલા બાળકીની માતાની હત્યા કરવામાં આવી હતી. જે બાદ બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. હર્ષસાઈએ બન્ને ગુનાની કબૂલાત કરી છે.
આરોપી માતા અને બાળકીને રાજસ્થાનથી લઈ આવ્યો હતો. બાળકીની માતા અને આરોપી હર્ષસાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આરોપી હર્ષસાઈએ બાળકીની માતાનો કાંટો કાઢી નાખ્યો હતો. હત્યા અંગે બાળકીને માહિતી હોવાથી તેની પણ હત્યા કરી દેવામાં આવી. આરોપીએ માતાનો મૃતદેહ સચિન વિસ્તારમાં ફેકી દીધો હતો.
આ મામલે છથી સાત આરોપીની સંડોવણી બહાર આવી છે. કેસને ઉકેલવા માટે સુરત પોલીસે ગ્રાઉન્ડ વર્ક કર્યુ હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસમાં પોલીસેને સારી મદદ કરી છે. સીસીટીવીના આધારે કેસને ઉકેલવામાં આવ્યો છે. પોલીસે કેસને ઉકેલવા માટે ક્રાઈમ બ્રાંચ અને ફોરેન્સિક વિભાગની મદદ લીધી હતી અને ગણતરીના કલાકમાં પોલીસની ટીમે કેસને ઉકેલ્યો હતો. કેસને ઉકેલવા માટે પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો આભાર માન્યો હતો.