પંચમહાલ જિલ્લાના હાલોલમાં દુષ્કર્મનો એક એવો કેસ સામે આવ્યો છે, કે જે જાણીને સૌકોઈ હવસખોર વૃદ્ધ પર ફિટકાર વરસાવે. હાલોલમાં કૌટુંબિક દાદાએ જ બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સોમવારે રાત્રે 5 વર્ષની બાળકી ગુમ થઇ હતી. બાળકીનો મૃતદેહ ઘરથી થોડેક દૂર નિર્જન વિસ્તારની ઝાડીઓ વચ્ચેથી મળી આવ્યો હતો.

આ માસુમ બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાતા પેનલ પોસ્ટમોર્ટમ કરાવમાં આવ્યું હતું. જેમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળે ટુંપો દઈને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી હતી.

READ ALSO
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા