રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાથી મોતની ઘટના બની રહી છે. રાજ્યમાં ક્રિકેટ રમતા કેટલાક યુવકોને હાર્ટએટેક આવ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ પ્રકારના ચોંકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરી એકવાર આવો જ એક બનાવ બન્યો છે. હવે વરઘોડામાં નાચી રહેલો એક યુવક અચાનક નીચે ઢળી પડ્યો હતો. આ યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. યુવકને જ્યારે હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉચકીને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનામાં બંને વ્યક્તિ નીચે પટકાયા હતા. આ બનાવનો વીડિયો વાયરલ થયો છે.

રાજ્યમાં વધુ એક હાર્ટએટેકની ઘટના
આ ઘટનાની વધુ વિગત મુજબ રાજ્યના પંચમહાલ જિલ્લામાં એક લગ્ન પ્રંસગમાં વરરાજાને પોતાના ખંભા પર બેસાડીને એક યુવક નાચી રહ્યો હતો ત્યા અચાનક યુવક અને વરરાજા નીચે ઢળી પડ્યા હતા. વરરાજાના મિત્ર અચાનક બેભાન થઈ ગયો હતો. અન્ય કેટલાક લોકોએ તાત્કાલિક આ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જો કે આ યુવકનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ ઘટના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં બની હતી. મૃતક યુવાનનું નામ વિનોદ પારગી અને તેની ઉંમર આશરે 27 હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી
લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે નાચી રહેલા યુવકનું અચાનક મોત થતા માતમમાં છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકની ઉંમર આશરે 27 વર્ષની જાણવા મળી હતી.
READ ALSO
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે
- ઉત્તરપ્રદેશમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવના ગઠબંધન વાળા નિવેદન ઉપર શા માટે ચૂપ છે પલ્લવી પટેલ?