GSTV
Gujarat Government Advertisement

પંચમહાલની બેન્કોમાં રોકડ નાણાની અછત, લોકોના રોજીંદા વ્યવહારો ખોરવાયા

Last Updated on April 15, 2018 by

નોટબંધી બાદ તો અંતરિયાળ વિસ્તારના જિલ્લાઓમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની હાલત કફોડી બની છે. રિઝર્વ બેન્ક દ્વારા હાલમાં મોટા ભાગની બેંકોને પૂરતા નાણા આપવામાં આવતા નથી. જેથી રોકડ રકમનો વ્યવહાર લગભગ ખોરવાઈ ગયો છે. પંચમહાલ જિલ્લાની મોટાભાગની બેંકોમાં પણ આ પરિસ્થિતિ સર્જાતા ખાતેદારો છતે નાણાએ કંગાલ હોવાનો અહેસાસ કરી રહ્યા છે.

એક બાજુ લગ્નની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. અને ખાતેદારોને વધુ પૈસાની જરૂર પડતી હોય છે. ત્યારે પંચમહાલમાં ખાતેદારો નાણા વગરના નાથાલાલ જેવું અનુભવી રહ્યા છે. કેમકે બેંકોએ 20 હજારની લિમિટ બાંધી દીધી છે. બેંકમાં પૈસાની લિમિટ હોવાથી ખાતેદારો વીલે મોઢે પાછા ફરી રહ્યાં છે.

પંચમહાલ જિલ્લામાં મોટી કહી શકાય એવી 134 અલગ અલગ બેંકોની શાખાઓ તેમજ  162 જેટલા એટીએમ છે. જેમાંથી 60 એટીએમ તદ્દન બંધ હાલતમાં છે અને બાકીના એટીએમમાં રોજના 15 કરોડની રકમ લોડ કરવાની હોય છે. એની જગ્યા પર માત્ર 1 કરોડ જ લોડ થાય છે. જેના લીધે ચાલુ એટીએમ પણ અમુક સમય બાદનો કેશ ના બોર્ડ લગાવવા પડે છે.
પંચમહાલ જીલ્લામાં બેન્ક ઓફ બરોડાની  88 શાખાઓમાં રોજિંદા 12 કરોડની  રોકડની જરૂર પડે છે. જેની સામે બેન્કની કરન્સી ચેસ્ટમાં કુલ ૩૫ કરોડની જ કેશ હોવાથી બેન્કમાંથી ઉપાડ પર લિમિટ બાંધી દેવાઈ છે. આ અંગે આરબીઆઇને રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પૂરતા નાણાંની વ્યવસ્થા કરવા કોઈ પગલાં ભરાયા નથી. જો આગામી સમયમાં રોકડના વ્યવહારો આમ જ ચાલશે તો લગ્નસરાની સિઝનમાં આમ આદમીની હાલ કફોડી બનશે.

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!