GSTV

કોરોના સામે લડવા ભારતમાં પ્રથમવાર થશે ગાયના પંચગવ્યનો ઉપયોગ

ભારતમાં પ્રથમ વખત ગાયના પંચગવ્ય દવાનો પ્રયોગ કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા, પુના, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં પરીક્ષણ કરવામાં આવશે. એક તરફ પુરી દુનિયા કોરોનાની દવા શોધી રહ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ પર પંચગત્વનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. તેમાં ગાયના દૂધ, માખણ, ઘી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ થશે. આયુર્વેદમાં પણ પંચગવ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈ.સી.એમ.આર અને સી.ટી.આઈ.આર.ની ગાઈડ લાઇનની પ્રપોઝલ મુજબ ટ્રાયલ કરવામાં આવશે.

લોકડાઉન 5 અંગે ફેલાઈ અફવા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યમાં કેટલાક લોકો આગામી 1 જૂન થી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે એવી વાતો ફેલાવી રહ્યા છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.

સોશિયલ મીડિયા મેસેજ થયા હતા વાયરલ

સોશિયલ મીડિયા પર અનેક મેસેજો વાયરસ થયા હતા. જેમા કહેવામાં લખવામાં આવ્યું હતું કે સુરત અને અમદાવાદમાં ફરી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. જેને લઈને જીવન જરૂરીયાતની વસ્તુંઓનો સ્ટોક કરી લેવો. જેને કારણે લોકોમાં ગભહાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેથી આજે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે આ સમાચારો ખોટા છે અને આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી લોકોએ અફવા પર ધ્યાન ન આપવું અને ગભરાવું નહી.

લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂર્ણ થવા જઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી 30 મે એટલે કે શનિવાર સુધીમાં લોકડાઉન-4 બાદ શું તે મામલે સૂચનો મંગાવ્યા છે. ત્યારે ગુજરાત તરફથી પણ કેન્દ્ર સરકારને સૂચનો આપવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આ મામલે હવે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાતના ટોચના અધિકારીઓ અને સત્તાધીશો આ મામલે બેઠક યોજી આગળની રૂપરેખા ઘડી રહ્યા છે. જે નક્કી થયા બાદ આવતીકાલ સુધીમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

જ્યાં કોરોનાના વધુ કેસો છે ત્યાં વધુ છૂટછાટ આપવામાં નહીં આવે

જે-તે રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી લોકડાઉન-4 બાદ વધુ છૂટછાટો આપવી કે કેમ તે મુદ્દે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. જો કે જ્યાં કોરોનાના વધુ કેસો છે ત્યાં વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તેમ નિશ્ચિતપણે મનાઇ રહ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરત એમ ત્રણેય મહાનગરો કોરોનાથી સૌથી વધુ સંક્રમિત છે. ત્યારે આ ત્રણેય શહેરોને બાદ કરતા રાજ્યના અન્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનના નિયંત્રણો થોડા વધુ હળવા બનાવવામાં આવે તેમ મનાઇ રહ્યું છે.

READ ALSO

Related posts

સુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ

Nilesh Jethva

સુરત : વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં કરેલા ખુલાસાથી ખળભાળાટ

Nilesh Jethva

અમદાવાદ : આ જિલ્લા પંચાયતના સભ્ય આવતીકાલથી શરૂ કરશે ઉપવાસ આંદોલન, વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!