GSTV
Home » News » દલિતે બળાત્કાર ગુજાર્યો એટલે પિડિતા થઇ ગઇ અશુદ્ધ! પંચાયતે એવું તુગલકી ફરમાન આપ્યું કે જાણીને આવશે ગુસ્સો

દલિતે બળાત્કાર ગુજાર્યો એટલે પિડિતા થઇ ગઇ અશુદ્ધ! પંચાયતે એવું તુગલકી ફરમાન આપ્યું કે જાણીને આવશે ગુસ્સો

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક સગીરા સાથે દલિત યુવકે રેપ કર્યો હતો. હવે  મામલે પંચાયલે તુગલકી ફરમાન આપ્યું છે. પંચાયતનું કહેવું છે કે રેપ કરનાર આરોપી દલિત જાતિનો હતો તેથી સગીરાનો પરિવાર અસ્પૃશ્ય થઇ ગયો છે. સગીરાના શુદ્ધીકરણ માટે પીડિત પરિવારે ભંડારો કરવાનું ફરમાન આપવામાં આવ્યું છે.

આ મામલો જિલ્લાના ગરસિંહગઢનો છે. પંચોનું ફરમાન પુરુ ન કરી શકનાર પરિવારનો આરોપ છે કે તેનો સામાજિક બહિષ્કાર કરી દીધો છે. ડુંગરાપુરા ગામમાં આ વર્ષે માર્ચમાં 17 વર્ષીય સગીરા સાથે ગામના યુવક સિયારામે રેપ કર્યો હતો. આ મામલે પિડિત પરિવારે એફઆરઆઇ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો હતો. પીડિત પરિવાર હજુ આ દુર્ઘટનામાંથી ઉભરી શક્યો ન હતો ત્યાં પંચાયતે પણ તેની વિરુદ્ધ આવું વિચિત્ર ફરમાન આપ્યું.

ગરીબીના કારણે ન કરાવી શક્યા ભંડારો

ગામમાં બોલાવવામાં આવેલી પંચાયતમાં કહેવામાં આવ્યું કે સગીરા સાથે રેપ કરનાર એક દલિત જાતિનો હતો તેથી પિડિતા શુદ્ધ થઇ ગઇ. તેના શુદ્ધીકરણ માટે પીડિતાના પિતાએ ગામમાં ભંડારો કરાવો પડશે. આ ફરમાન બાદ સગીરાના પિતા ભંડારો કરવા માટે આર્થિક સગવડતા કરવા લાગ્યાં પરંતુ ગરીબીના કારણે તે ભંડારો ન કરાવી શક્યા તો તેમનો સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવ્યો.

પીડિતાના માતા-પિતાએ આ મામલે જિલ્લા અધિકારીઓને ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદની સાથે પંચાયતને તે ફરમાન પણ આપ્યું છે  જેમાં પંચના હસ્તાક્ષર હતાં અને તેમની પાસે પણ તેમાં હસ્તાક્ષર કરાવવામાં આવ્યાં હતા. પીડિત પરિવારે જણાવ્યું કે તેમણે આ મામલે માનવાધિકાર આયોગને પણ ફરિયાદ કરી હતી.

ત્યાં જિલ્લા પોલીસે જણાવ્યું કે તેમની જાણમાં આ મામલો આવ્યો છે પરંતુ તેમની પાસે પીડિત પરિવાર તરફથી લેખિતમાં કોઇ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવ્યાં બાદ તેઓ કાર્યવાહી કરશે.

Read Also

Related posts

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel

ઓ હો આશ્ચર્યમ આ શખ્સનાં નાક માંથી નિકળી આવ્યું એવું કે, ડોક્ટરો પણ રહી ગયા દંગ!

pratik shah

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!