GSTV
Home » News » નવા નિશાળીયા: ઓબીસીનો પડઘો પડશે કે પછી મતદારો સાડા ત્રણ દાયકાનાં અનુભવને બીરદાવશે?

નવા નિશાળીયા: ઓબીસીનો પડઘો પડશે કે પછી મતદારો સાડા ત્રણ દાયકાનાં અનુભવને બીરદાવશે?

East Ahmedabad seat

પંચમહાલ બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી નવા ચહેરા મેદાનમાં છે. ભાજપે પ્રભાતસિંહનુ પત્તુ કાપીને રતનસિંહને ટીકિટ આપી છે. તો સામે કોંગ્રેસે વી. કે. ખાંટને મેદાને ઉતાર્યા છે. પંચમહાલ બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ઉમેદવારો લોકસભા ચૂંટણીની રીતે નવા નિશાળીયા છે. ભાજપના રતનસિંહ લુણાવાડાના ધારાસભ્ય છે તો વી. કે. ખાંટ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે.

રતનસિંહ ર૦૧૭માં અપક્ષ તરીકે જીતી ભાજપમાં જોડાયા હતા. તો વી. કે.ખાંટના પત્ની સવિતા ખાંટ ર૦૧રમાં મોરવા હડફના ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા રતનસિંહ અપક્ષ લડ્યા હતા. તો વી. કે. ખાંટ ૩પ વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર છે.

આ બેઠક પર ભાજપના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો આ બેઠક પર ઓબીસી મતદારોનો દબદબો છે. રતનસિંહ ઓબીસીમાંથી આવે છે અને સ્વચ્છ ચહેરો છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે લોકસંપર્કથી સારી એવી ભોંય કેળવી છે. સરપંચથી લઇ જિલ્લા પંચાયતના સભ્ય તરીકેનો વહીવટી અનુભવ છે. તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો પ્રભાતસિંહ સામેની પાંચ વરસની કામગીરીનો અસંતોષ તેમને નડી શકે છે. ગોધરા, કાલોલઠાસરા જેવા વિસ્તાર માટે નવો ચહેરો છે. મૂળ કોંગ્રેસી ગોત્ર હોવાને કારણે ભાજપની જુથબંધી નડી શકે છે.

તો કોંગ્રેસના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો તેઓ વી. કે. ખાંટ સાડા ત્રણ દશકથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. મોરવા હડફ વિસ્તાકરમાં તેમની સારી એવી પકડ છે. તેમના પત્ની અને પુત્રને ધારાસભ્ય તરીકે જીતાડી ચૂક્યા છે. ઠાસરા અને બાલાસિનોર જેવા વિસ્તાર પર કોંગ્રેસની પકડ રહેલી છે. માઇનસ પોઇન્ટની વાત કરીએ તો છેલ્લી ચાર ટર્મથી આ બેઠક ભાજપ પાસે રહેલી છે. આ બેઠક પર અપક્ષ કે એલજેપી જેવી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના મતો તોડે છે. કોંગ્રેસ પાસે આ બેઠક પર કોઇ મજબુત નેતા કે સંગઠનનો અભાવે છે. ગોધરાની બેઠક પર આ વખતે ઓબીસી ઉમેદવારો વચ્ચે જંગ છે. ચાર ટર્મથી ભાજપ પાસે રહેલી આ બેઠક હવે કોંગ્રેસ કેવી લડત આપે છે તેની પર સૌની નજર ટકેલી છે.

READ ALSO

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

Exit Poll: આ રાજ્યમાં કોંગ્રેસ કે ભાજપનું ખાતું પણ નહીં ખુલે, આ પાર્ટી સૌથી આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!