GSTV
Home » News » પંચમહોત્સવનું આયોજન નિષ્ફળ : સ્થાનિક પ્રજાને કોઇ લાભ નહીં

પંચમહોત્સવનું આયોજન નિષ્ફળ : સ્થાનિક પ્રજાને કોઇ લાભ નહીં

પાવાગઢ ખાતે સંસ્કૃતિ, ભાતીગળ ઓળખ અને પ્રાકૃતિક સૌન્દર્યનો પ્રસાર પ્રચાર માટે યોજાતા પંચમહોત્સવને લઈને આ વર્ષે સ્થાનિકોમાં રોષ છે.

વર્ષે વિધાનસભાની ચુંટણી બાદ પંચમહોત્સવ યોજવા જઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી યોજવામાં આવતા પંચમહોત્સવમાં સ્થાનિક લોકોને કોઈ ફાયદો થયો નથી. જેથી સ્થાનિકોમાં રોષ છે. તંત્ર અમદાવાદ, વડોદરા સુરત જેવા મહાનગરો ખાતેથી મોટા કોન્ટ્રાકટરોને લાવી અને તમામ કામગીરી સોંપી દે છે. ઉપરાંત સ્ટોલ અને દુકાનો પણ ઉંચા ભાવથી બહારના લોકોને આપી દેવામાં આવતી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે.

પાવાગઢ ખાતે વર્લ્ડ હેરીટેજ સાઈટ અને પંચમહાલની સંસ્કૃતિના પ્રસાર માટે જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યા સ્થાનિકોને તેનો કોઈ લાભ મળતો ના હોવાથી સમગ્ર આયોજન જ નિષ્ફળ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ગત વર્ષે પાવાગઢના સ્થાનિક યુવાનોને ગાઈડ તરીકે ફરજ સોપવામાં આવી હતી પણ તેઓનું મહેનતાણું હજુ હાલમાં ભારે વિવાદ બાદ ચુકવવામાં આવ્યું છે.

Related posts

વૃદ્ધ પિતાને પુત્રએ જ મોત ને ઘાટ ઉતારી દીધા, લાશ સ્મશાનમાં દફનાવી અને…

Bansari

શામળાજી મંદિર પરિસરમાં મહિલા ચોર ગેંગ ઝડપાઇ, પોલીસે હાથ ધરી કાનૂની કાર્યવાહી

Bansari

તુ મારો નહીં તો કોઈનો નહીં અને પ્રેમીને ધરબી ધડાધડ ગોળીઓ, થયો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!