GSTV
India News Trending

સાવધાનઃ 15 દિવસ પછી પસ્તી થઈ જશે પાનકાર્ડ, ભરવો પડશે 10 હજારનો દંડ

જો તમારી પાસે પાનકાર્ડ છે તો પછી રુપિયા 10 હજારની પેનલ્ટી દેવા માટે તૈયાર થઈ જાઓ, જો તમે 30 જુન પહેલા આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક નહીં કરાવ્યું હોય તો લાગશે પેનલ્ટી. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે છેલ્લી તારીખ 30 જુન આપવામાં આવી છે. આયકર વિભાગના આયકર કાનૂનના સેક્શન 272B હેઠળ આ અંગે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

પહેલા 31 માર્ચ હતી ડેડલાઈન

આ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 હતી. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે ચાલતા લોકડાઉનથી વિત્ત મંત્રી નિર્મલા સીતારમળે તેની છેલ્લી તારીખ વધારીને 30 જુન કરી છે. આ ઉપરાંત પાનકાર્ડ બનાવવા માટે આધારકાર્ડ પણ જરુરી છે.

પસ્તી થઈ જશે પાનકાર્ડ

આયકર કાનૂન પ્રમાણે જો બંને કાર્ડ લિંક નહીં હોય તો 30 જુન બાદ પાનકાર્ડ પસ્તી થઈ જશે. સાથે જ રુપિયા 10 હજારનો દંડ પણ વસુલ કરવામાં આવશે. એટલે 15 દિવસમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવી લો.

Related posts

ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ

Hemal Vegda

પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ

Binas Saiyed

નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર

Bansari Gohel
GSTV