GSTV
Business Trending

શું તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો કરો આ ઉપાય, આ રીતે રોકો પાનકાર્ડનો દુરુપયોગ

pan card
બેંકનું કામ હોય કે પછી બીજો નાણાકીય વ્યવહાર હોય આ બધા કામ માટે પાન કાર્ડને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણું પાનકાર્ડ ઉતાવળ અથવા બેદરકારીને લીધે ખોવાઈ જવા પર ટ્રાંઝેક્શન કરવામાં સમસ્યા આવે છે. પાનકાર્ડ ગુમાવવું એ પછી એક મોટું સંકટ ઉભું થાય છે. આવા કિસ્સામાં જો તમારું પાનકાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને ડુપ્લિકેટ મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે, એકવાર પાનકાર્ડ ખોવાઈ જાય પછી તેને કેવી રીતે પુન:પ્રાપ્ત કરવું.
ડુપ્લિકેટ પાન સુવિધા તે જ પાન કાર્ડ ધારકો મેળવી શકે છે જેમણે અગાઉ www.nsdlegov.in અથવા આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા તેમની પાન અરજીની પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રક્રિયાન હેઠળ કાર્ડ ધારકોને ઓટીપી મેળવવા અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના મૂળ પાન એપ્લિકેશનમાં તેમના નોંધાયેલા મોબાઇલ નંબર સાથે તેમનો ઇમેઇલ સરનામું આપવો પડશે. ડુપ્લિકેટ પાનકાર્ડ માટેની અરજી પૂર્ણ થયા પછી તે આવકવેરા વિભાગ સાથે ઉપલબ્ધ કાર્ડધારકના સરનામે મોકલવામાં આવશે.

 ડુપ્લીકેટ પાન કાર્ડ માટે આ રીતે કરો ઓનલાઈન અરજી

  • આવકવેરા વિભાગની કર સૂચના નેટવર્ક https://www.tin-nsdl.com પર જાવ.
  • PAN રિપ્રિંટના વિકલ્પ પર ક્લિક કરો.
  • પાન વિકલ્પને સિલેક્ટ કરશો તો તમારી સામે એક નવું ટેબ ખુલશે.
  • જે વિકલ્પ ખુલે તેના પર પાનનું વિવરણ, આધાર સંખ્યા અને જન્મ તારીખ દાખલ કરો.
  • પાનને રિપ્રિંટ કરવા માટે તમારે 50 રૂપિયા આપવા પડશે. ડુપ્લીકેટ પાન કાર્ડને વિદેશ પહોંચાડવા માટે 959 રૂપિયા ભરવા પડશે.
  • કેપ્સ કોડ નાખ્યા બાદ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઈ-મેઈલ, મોબાઈલ અથવા તો બંન્ને વિકલ્પ પસંદ કરો જ્યા તમારો ઓટીપી માંગવાનો છે.
  • જનરેટ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરી અને ઓટીપી રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી પર મોકલો.
  • ઓટીપી મળ્યા બાદ સબમિટ પર ક્લિક કરો. ધ્યાન રાખવું કે ઓટીપી માત્ર 10 મીનીટ માટે જ માન્ય હોય છે.
  • ચુકવણી વિકલ્પ પસંદ કરો. ચુકવણી ગેટવે પર રિડાયરેક્ટ કરવા માટે ચૂકવણી પુષ્ટી પર ક્લિક કરો.
  • સફળ ચૂકવણી પછી તમે ચુકવણીની રસીદને છાપવા માટે જનરેટ અને પ્રિંટ વિકલ્પ પર ક્લિક કરો.
  • આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા મોબાઈલ નંબર પર રસીદ નંબર સાથેનો એક SMS આવશે. SMSમાં આવેલી લિંક દ્વારા તમે પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • જો તમારું પાન કાર્ડ ખોટા હાથમાં આવ્યું છે તો તમે તેનો દુરુપયોગ રોકી શકો છે. તેના માટે થોડી સાવચેતી રાખવી પડશે.

પાનકાર્ડને આ રીતે રાખવું સુરક્ષિત

તમે ફોર્મ 26 એએસ પરથી ચકાસી શકો છો કે શું તમારા પાન સાથે બેનામી વ્યવહાર છે કે નહીં. ત્યાં જ તપાસો કે કોણ કર ચૂકવે છે. જો પાનકાર્ડ ખોવાઈ ગયું હોય તો તરત જ તેની એફઆઈઆર દાખલ કરો.

READ ALSO

Related posts

Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યા

Siddhi Sheth

ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન

Padma Patel

શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ

Hina Vaja
GSTV