GSTV
India News Trending

ચેક કરો: 18 કરોડ લોકોને IT ડિપાર્ટમેન્ટ ફટકારશે 10 હજારનો દંડ, આજે જ પતાવી લ્યો આ કામ

આ એક સૌથી મોટા સમાચાર છે. જેમાં નાની સરખી ભૂલ પણ તમને ભારે પડી શકે છે. સરકારે બુધવારના રોજ જણાવ્યુ હતું કે, આધાર સાથે અત્યાર સુધીમાં 32.71 કરોડ પાન નંબર લિંક થયેલા છે. સરકારના આ ટ્વીટ અનુસાર 29 જૂન સુધી 50.95 કરોડ પાન અલોટ કરવામાં આવ્યા છે. એટલે કે હજૂ પણ 18 કરોડથી વધારે પાન કાર્ડ આધાર સાથે લિંક થયા નથી. સરકાર પહેલાંથી જ આધારને પાન કાર્ડ સાથે જોડવાની તારીખને આગળ વધારી ચૂકી છે. 31 માર્ચ 2021 સુધી આધાર પાન લિંક નહીં કરાવા પર તમારો પાન નંબર ઈનએક્ટિવ થઈ જશે.

પાન ઈનએક્ટિવને લઈ શું છે જોગવાઈ


નિયમ અંતર્ગત જો તમારો પાન નંબર ઈનએક્ટિવ થઈ ગયો છે અને તમે તેનો બેંકમાં લેવળ-દેવડ માટે અથવા તો અન્ય જગ્યા પર ઉપયોગ કરો છો, તે માનવામાં આવશે કે, આપે કાયદા અનુસાર પાન આપ્યુ નથી. ત્યારે આવા સમયે તમારા પર ઈન્કમ ટેક્સ એક્ટની 272B અંતર્ગત 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એક્ટની કલમ 139 A અંતર્ગત માગવામાં આવે તો પાન બતાવવું ફરજિયાત છે. જો કે, બેંક અકાઉન્ટ ખોલવા અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવા માટે ઈનએક્ટીવ પાન નંબર આપવા પર કોઈ દંડ થશે નહીં.

ઘરે બેઠા લીંક કરી શકો છો આધાર-પાન

ઓનલાઈન કઈ રીતે કરશો લીંક

સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવર વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in જાવ, જ્યાં Quick links વિકલ્પની Link Aadhaar પર ક્લિક કરો, ત્યાર બાદ સ્ક્રિન પર એક નવુ પેજ ખુલશે.

ત્યાર બાદ તમારી સામે એક નવી ટેબ ખુલશે. જેમાં તમારે પાન નંબર, આધાર નંબર અને આધાર કાર્ડમાં રહેલુ નામ નાખવાનુ રહેશે.

ત્યાર બાદ શરતો પર ઓકે કરવાનુ રહેશે. કેપ્ચા કોડ ભરીને આ દસ્તાવેજોને લિંક કરાવી શકો છો.

એક મેસેજથી પણ લિંક કરાવી શકો છો આધાર પાન

તેના માટે તમારે ફોનમાં UIDPN ટાઈપ કરવાનુ રહેશે. ત્યાર બાદ સ્પેસ આપી પોતાનો આધાર નંબર અને ત્યાર બાદ પાન નંબર નાખવાનો રહેશે.

ઉદાહરણ તરીકે UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> લખીને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે.

ત્યાર બાદ ઈન્કમ ટેક્સ વિભાગ તમારો નંબર લિંક પ્રોસેસમાં નાખી દેશે.

કેવી રીતે જાણશો આધાર પાન સાથે લિંક છે કે નહીં

સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવર વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in જાવ, જ્યાં Quick links વિકલ્પની Link Aadhaar પર ક્લિક કરો, ત્યાર બાદ સ્ક્રિન પર એક નવું પેજ ખુલશે.

એક નવુ પેજ ખુલતા તેમા સૌથી ઉપર હાઈપરલિંક હશે, જેના પર અંગ્રેજીમાં લખ્યુ હશે તમે પહેલાથી જ આધાર લિંક કરવા માટે અપ્લાઈ કરી ચુક્યા છો, તો સ્ટેટસ જાણવા માટે અહીં ક્લિક કરો. ત્યાર બાદ આગળનુ પેજ ખુલશે. જ્યાં તમારે આધાર અને પાન નંબર ભરવાનુ તથા સબમિટ કરવાનુ રહેશે. ત્યાર બાદ તમને આધાર અને પાન લિંક સ્ટેટસની જાણકારી મળશે.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV