GSTV
Home » News » ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી

ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી

પર્મનન્ટ એકાઉન્ટ નંબર (પૅન) દસ અંકો વાળો યુનિક નંબર છે. જેને આયકર વિભાગ દ્વારા એક લેમિનેટેડ કાર્ડનાં રૂપમાં રજૂ કરવામાં આવે છે. આ ટેક્સપેયર્સ માટે બહુજ જરૂરી છે. સરકાર કોઈ પણ વ્યક્તિને એકથી વધારે પૅન કાર્ડ રાખવાની અનુમતિ આપતી નથી. જો એવું બને તો કોઈ પણ વ્યક્તિ પાસે પૅન કાર્ડની અન્ય કૉપી હોઈ શકે છે. પરંતુ તેના નામથી અલગ પૅન નંબર ફાળવવામાં ન આવી શકે.

આયકર અધિનિયમ, 1961ની ધારા 272 બી મુજબ, જો આ સ્થિતિમાં કોઈને પણ બીજું પૅન પકડાય છે તો તેની ઉપર 10,000 રૂપિયાનો દંડ લાગે છે. તો પણ લોકોને સલાહ આપવામાં આવે છે જો કોઈ પાસે બે પૅન છે તો તેઓ જલ્દીથી જલ્દી તેને સરેન્ડર કરી દે.

ઓટોમેટિક રજૂ ન થઈ શકે પૅન

જો તમે પૅનની જગ્યાએ આધાર સંખ્યા આપો છો તો આ બંને વસ્તુઓને અંદર લિંક કરવી બહુજ જરૂરી છે. અને આ વસ્તુ ન થવા પર બીજુ પૅન કાર્ડ આવી શકે છે. અને તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વાસ્તવમાં હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે 30 ઓગષ્ટે એક સૂચના જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુકે, જો કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે પૅન વગર આધાર નંબર આપે છે. તો આયકર વિભાગ આ વસ્તુને PAN માટે ઓટો એપ્લિકેશન સમજશે, ત્યાર બાદ નવું પૅન રજૂ કરી દેવામાં આવશે.

તેથી જો તમારી પાસે એક કરતાં વધારે પૅન કાર્ડ હોય તો તમારે તેને સરેન્ડર કરી દેવા જોઈએ, આ કામ તમે ઓનલાઈન પણ કરી શકો છો. તેનાંથી તમારી ઉપર પેનલ્ટી લાગવાનો ખતરો પણ નહી પડે. નિયમો મુજબ એવું થવા પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. પૅન સરેન્ડર કરવા માટે તમે સૌથી પહેલાં NSDLની વેબસાઈટ પર ક્લિક કરો. “Request For New PAN Card Or/ And Changes Or Correction in PAN Data” પર જાવ. તેમાં તમારી જાણકારી ભરો, આ જાણકારીને સબમિટ કરો. આ ફોર્મ એટલા માટે ભરવાનું રહેશે જેથી જાણ થઈ શકે કે તમને બીજુ પૅન ખોટી રીતે અલોટ થઈ ગયુ છે. જેને તમે સરેન્ડર કરવા માંગો છો.

READ ALSO

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!