GSTV

પાન-મસાલા માટે રાજ્યના દરેક શહેરમાં જોવા મળી વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો

પાન-મસાલા

Last Updated on May 20, 2020 by Arohi

ગોંડલમાં પણ પાન-માવાના વ્યસનીઓએ વહેલી સવારથી જ લાંબી લાઇનો લગાવી

બીજી તરફ ગોંડલમાં પણ પાન-માવાના વ્યસનીઓએ વહેલી સવારથી જ લાંબી લાઇનો લગાવી. ગોંડલમાં રનિંગ ભાવે જ પાન-મસાલા તેમજ બીડી મળતા હોવાની જાણ થતાં લોકો સવારથી જ ઉમટી પડ્યા. દુકાનદારો દ્વારા વ્યક્તિ દીઠ એક જ વસ્તુ આપવામાં આવતી હતી. વાજબી ભાવે પાન-માવા અને તમાકુ મળવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોએ તે ખરીદવા રીતસર દોટ મુકી.

હળવદમાં સતત બીજા દિવસે ગલ્લાં પર ભીડ જામી

હળવદમાં સતત બીજા દિવસે પાન-મસાલાના ગલ્લાં પર બંધાણીઓની ભીડ જામી. પાન-માવા લેવા માટે વહેલી સવારથી જ લોકો ગલ્લાં પર ઉમટ્યા. પાન-માવા મેળવવાની લ્હાયમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક પહેરવાનાના નિયમને કોરાણે મુકી દીધો. બીજી તરફ સેલ્સ એજન્સીના માલિકો તેમજ હોલસેલ વેપારીઓ કૃત્રિમ અછત કરી ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાનું પણ સામે આવ્યું.

નાના વેપારીઓ પાન-મસાલા બંધ થવાના ભયે સ્ટોક ભરી રહ્યા છે

લોકડાઉન વચ્ચે શરતી છૂટછાટ સાથે હિંમતનગરમાં આજથી ફરી પાન મસાલાની દુકાનો ખુલી છે. ત્યારે પાન-મસાલાના હોલસેલ વેપારીને ત્યાં લાંબી લાંબી કતારો લગી હતી. નાના વેપારીઓ પાન-મસાલા બંધ થવાના ભયે સ્ટોક ભરી રહ્યા છે. પાન મસાલાના બંધાણી પણ પાન-મસાલાનો સ્ટોક ભરી રહ્યા છે. બીજીતરફ રિટેઈલ વેપારીઓએ ભાવ વધાર્યા છે. પાન મસાલા ગુટખાના ભાવ ડબલ થયા છે.

પાન-બીડીની હોલસેલની દુકાનો બહાર લોકોની ભારે ભીડ

જામનગરમાં પાન-બીડીની હોલસેલની દુકાનો બહાર લોકોની ભારે ભીડ ઉમટી. લોકો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે અહીં અડધો કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી. તમાકુ અને બીડી લેવા માટે લોકોએ વહેલી સવારે 6 વાગ્યાથી જ દુકાનની બહાર લાંબી કતાર લગાવી. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા. એકસાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

જૂનાગઢમાં પણ પાન-માવા તેમજ તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં સવારથી જ લોકોની ભીડ

બીજી તરફ જૂનાગઢમાં પણ પાન-માવા તેમજ તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં સવારથી જ લોકોની ભીડ જોવા મળી. એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે એક હજાર જેટલા લોકો પોતાના વ્યસન માટે લાંબી કતારમાં વહેલી સવારથી ઊભા રહી ગયા છે પીઆઈ કક્ષાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત જાળવવા મજબૂર બનવું પડ્યું છે જૂનાગઢની તમામ હોલસેલ પાન બીડી ની વેપારીની દુકાનમાં ઠેરઠેર વ્યસનીઓ ની કતાર જોવા મળી રહી છે.

Read Also

Related posts

વિસર્જન માટે ગાઈડલાઈન જાહેર: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ, સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

Pravin Makwana

મોટા સમાચાર: આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, દરેક વર્ગમાં ફક્ત 20 વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ધાર્મિક સ્વતંત્રતા: લવ જેહાદના કાયદાને પડકારતી અરજી, રાજીખુશીથી બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો ગણી શકાય કે નહીં !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!