GSTV

ચિંતા ન કરો! પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન ન થતાં, આ સ્માર્ટ ટ્રીકથી કરાવી શકશો રીપ્રિંટ

જો તમારુ પાન કાર્ડ ક્યાંય ખોવાઈ ગયુ છે અથવા પાન કાર્ડ પર લખેલ અક્ષર ઘસાઈ ગયા છે, તે ટેંશન ન લો. હવે NSDLની રીતથી તરત નવુ પાન કાર્ડ કાઢી શકાય છે. NSDL ભારતનું સૂચના નેટવર્ક છે. તો રીપ્રિંટ માટે પાન યૂઝર્સને એક પ્રક્રિયા અપનાવવાની રહેશે.

  • સૌ પ્રથમ પાન કાર્ડ યૂઝર્સને NSDL ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. NSDL ની સત્તાવાર વેબસાઈટ onlineservices.nsdl.com છે.
  • વેબસાઈટ પર જઈ યૂઝર્સને પાન કાર્ડ બનાવવા માટે અનુરોધ કરવાનો રહેશે.
  • અનુરોધ ભર્યા બાદ જરૂરી જાણકારી ભરો. જેમ જ પાન રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ વગેરે. ત્યારબાદ વેબસાઈટ દ્વારા આપવામાં આવેલ ટર્મ એન્ડ કંડિશન પર મંજૂરી દાખલ કરાવો.
  • આ પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ પાન યૂઝર્સ વેબસાઈટ પર આપવામાં આવેલ કેપ્ચાને ભરો. કેપ્ચા ભર્યા બાદ ઈ પાનને ડાઉનલોડ કરી શકો છો.

આ ડૉક્યૂમેન્ટ કરાવવા પડશે જમા

જણાવી દઈએ કે, પાન કાર્ડ બનાવવા માટે યૂઝર્સને ઓળખાણ પત્ર, એડ્રેસ સંબંધી પ્રૂફ અને જન્મતારીખનું પ્રૂફ પણ લઈને બેસવાનું રહેશે. આ ડૉક્યૂમેન્ટના ઉપયોગથી પાન કાર્ડ બનાવી શકાય છે. પાન કાર્ડ બનાવ્યા બાદ યૂઝર્સ તેને આધાર કાર્ડ સાથે પણ લિંક કરાવી શકે છે.

આ બે કંપની કરે છે પાન સાથે જોડાયેલ કામ

જણાવી દઈએ કે, ભારતમાં બે જ કંપનીઓ એવી છે જે પાન કાર્ડ બનાવવા માટે અધિકૃત છે. ભારત સરકારના આયકર વિભાગે NSDL ઈ-ગવર્નેસ ઈંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને UTI ઈંફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીજ સર્વિસેજ લિમિટેડને નિયુક્ત કર્યા છે. આ બંને કંપનીઓ થકી પાન કાર્ડ બનાવવા પર તમારે ચાર્જ આપવો પડશે.

READ ALSO

Related posts

ફફડાટ/ કોરોનાના આ સ્ટ્રેન દેશમાં ઘૂસ્યા તો રસીકરણ અભિયાન જશે ફેલ, સાજા થનારને બિમાર કરે એટલો ભયંકર

Bansari

બર્ડ ફ્લૂનો ડર : FSSAIએ જાહેર કરી એડવાઈઝરી- અડધુ પાકેલું ચિકન અને ઈંડા ખાવાનું ટાળો

Sejal Vibhani

સ્વાભિમાની ભારતની સફળતાની કહાની, ભારતનું પ્રથમ સ્પેસ લોન્ચ સ્ટાર્ટઅપ સ્કાઈરૂટ એરોસ્પેસ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!