ભારતમાં પેન કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. દરેક મોટા ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે પેન કાર્ડ અનિવાર્ય છે. બેન્ક એકાઉન્ટ ઓપન કરાવાથી લઇને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરાવા દરમિયાન પેન કાર્ડની જરૂરિયાત હોય છે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકો પોતાનુ પેન કાર્ડ જરૂર બનાવડાવે છે. આજકાલ ઑનલાઇન ફ્રોડના કેસ વધતા જઇ રહ્યાં છે, તેવામાં પેન કાર્ડ પણ નકલી હોવાનો ખતરો વધ્યો છે. તેવામાં તમે ઘરે બેઠા જ જાણી શકાય છે કે તમારુ પેન કાર્ડ અસલી છે કે નહી. આ ઉપરાંત પેન કાર્ડ એક્ટિવ છે કે નહી તે પણ તમે સરળતાથી જાણી શકો છો.

આ રીતે કરી શકો છો તમારા પેન કાર્ડની ઓળખ
- ઇનકમ ટેક્સ વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- હોમ પેજ પર ડાબી બાજુ તમને Verify Your PAN Details નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
- નવા પેજ પર તમારે નામ, જન્મતારીખ અને પોતાના પેન નંબરની ડિટેલ્સ આપવાની રહેશે.
- સાચી જાણકારી ભર્યા બાદ પોર્ટલ પર મેસેજ આવશે કે તમારા દ્વારા જ જાણાકારી સાચી છે કે નહી.
- તમને તે પણ જાણવા મળશે કે તમારુ પેન કાર્ડ એક્ટિવ છે કે નહી.
- આ રીતે તમે સરળતાથી તમારુ પેન કાર્ડ વેરિફાય કરી શકો છો.

ઘરે બેઠા આ રીતે બનાવો નવુ પેન કાર્ડ
પેન કાર્ડ માટે અપ્લાય કરવા માટે NSDL અથવા UTIITSL વેબસાઇટ પર જાઓ. હવે ઑનલાઇન સાથે સાથે ઑફલાઇન પણ અરજી કરી શકાય છે. આઇડી પ્રૂફ, આવાસ પ્રમાણ પત્ર અને જન્મ પ્રમાણ પત્રની જરૂર પડશે.
PAN Card બનાવવા માટે આ રીતે કરો ઑનલાઇન એપ્લીકેશન
સૌપ્રથમ નવુ પેન કાર્ડ બનાવવા માટે NDSL ની વેબસાઇટ પર જાઓ. તે બાદ એપ્લિકેશન ટાઇપ પર જાઓ અને જ્યાં New PAN – Indian Citizen (Form 49A) લખ્યું છે ત્યાં ક્લિક કરો. તે બાદ કેટેગરી ઓપ્શન પર જાઓ. પોતાની કેટેગરીનું સિલેક્શન કરો અને તેમાં Individual નું સિલેક્શન કરો. માગવામાં આવેલી તમામ જાણકારી જેવી કે નામ, જન્મતારીખ, ઇમેલ એડ્રેસ અને મોબાઇલ નંબર વગેરે ભરો. પછી કેપ્ચા કોડ નાંખીને સબમિટ કરો. તમારા મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે.

આગળ Continue with the PAN Application Form બટન પર ક્લિક કરો. તે બાદ તમારુ ડિજિટલ ઇ-કેવાયસી જમા કરો. હવે ફોર્મના આગામી હિસ્સામાં પોતાની પર્સનલ ડિટેલ રજીસ્ટર કરાવાની રહેશે. હવે ફોર્મના આ હિસ્સામાં તમારો એરિયા કોડ, AO ટાઇપ અને અન્ય માગવામાં આવેલી ડિટેલ રજીસ્ટર કરો. હવે પ્રોસીડ પર ક્લિક કરો.
ફીની આ રીતે કરો ચુકવણી
તે બાદ તમે નેટ બેન્કિંગ/ડેબિટ/ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરી શકો છો. તે બાદ રિસિપ્ટ આવશે જેની પ્રિન્ટ લઇને તેમાં તમારા બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવવાની છે અને તેને NSDLના એડ્રેસ પર મોકલવાની છે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં