GSTV
Finance Trending

તમારી પત્ની પાસે પણ છે PAN Card તો સરકાર આપી રહી છે રૂપિયા 10,000!, જાણો કોને મળશે ફાયદો

PAN Card Status: પાનકાર્ડ આજના સમયમાં એક જરૂરી ડૉક્યુમેન્ટ છે. આ કાર્ડ વગર તમે પૈસા સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના કામ નથી કરી શકતા. આ ઈનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) તરફથી જારી કરવામાં આવતું એક જરૂરી દસ્તાવેજ છે, પણ હાલના દિવસોમાં એક ખબર સામે આવી રહી છે કે પાન કાર્ડ ઉપયોગ કરનારી મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

-મળી રહ્યા છે 10,000 રૂપિયા

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની ખબરો વાયરલ થઈ રહી છે. એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ પાન કાર્ડ ધારક મહિલાઓને 10000ની રકમ પ્રદાન કરી રહી છે. આ પોસ્ટને જોયા બાદ પીઆઈબીએ ફેક્ટ ચેક મારફતે તેની હકીકત વિશે જાણવાનો પ્રયાસ કર્યો.

-પીઆઈબીએ કર્યું ટ્વીટ

પીઆઈબીએ પોતાના ઑફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે ‘Yojna 4u’ નામની યૂટ્યૂબ ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ પાન કાર્ડ ધારક મહિલાઓને ₹ 10000 રકમ પ્રદાન કરી રહી છે.

-સંપૂર્ણ રીતે ખોટો છે દાવો

ફેક્ટ ચેક બાદ ખબર પડી છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારની કોઈ પણ યોજના નથી ચલાવવામાં આવી રહી. સાથે જ સરકારે કહ્યું છે કે આ પ્રકારની વાયરલ ખબરોને કોઈની પણ સાથે શેર ન કરો અને ફક્ત સરકારી વેબસાઈટ પર જ વિશ્વાસ કરો.

-વાયરલ મેસેજનું તમે પણ કરાવી શકો છો ફેક્ટ ચેક

જો તમારી પાસે પણ આ પ્રકારનો કોઈ મેસેજ આવે છે તો બિલ્કુલ પણ પરેશાન ન થાઓ. આ પ્રકારના ખોટા મેસેજને કોઈની સાથે શેર ન કરો. તદ્દપરાંત તમે પણ કોઈ પણ ખબરનું ફેક્ટ ચેક કરાવી શકો છો.

આ માટે તમારે ઑફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર વિઝિટ કરવાનું છે. તદ્દપરાંત તમે વૉટ્સએપ નંબર +918799711259 કે ઈમેલઃ [email protected] પર પણ વીડિયો મોકલી શકો છો.

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો

Siddhi Sheth

Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે

Drashti Joshi

શરીરના આ ભાગો પર ગરોળી પડવી ખૂબ જ શુભ અને ફળદાયી

Siddhi Sheth
GSTV