GSTV

માત્ર 48 કલાકમાં બની જશે તમારું પાન કાર્ડ: અપનાવો આ રીત, નહીં ખાવા પડે ધક્કા

Last Updated on May 29, 2019 by

આમ નાગરિક માટે પાન કાર્ડ બનાવવા માટે ઘણાં દિવસો રાહ જોવી પડે છે. પરંતુ તમારું પાન કાર્ડ 48 કલાકમાં બની શકે છે. તેના માટે તમારે કયાંય જવાની જરૂર નથી. પરમેનેન્ટ એકાઉન્ટ નંબર આ દસ આંકડા વાળો એવો નંબર છે જે આયકર વિભાગ દ્વારા તૈયાર થાય છે. પાન કાર્ડનો ઉપયોગ ઈન્કમટેક્સ ભરવા માટે થાય છે. આ તમારો સૌથી મોટો ફાઈનાન્શિયલ દસ્તાવેજ છે.

પાન કાર્ડને ઓળખપત્ર અને એડ્રેસ પ્રૂફ માટે પણ ઉપયોગમાં લેવાય છે. વિવિધ લેણદેણ માટે પણ પાન કાર્ડ ખૂબ જરૂરી છે. ભારતીય કાનૂન મુજબ કોઈ પણ વ્યક્તિ એકથી વધુ પાન કાર્ડ ન બનાવી શકે. જો કોઈ વ્યક્તિ પાસે બે પાન કાર્ડ હોય તો તેને 10,000 રૂપિયા દંડ ભરવો પડે. તમે તમારું પાન કાર્ડ પાન કાર્ડ સેન્ટરે જઈ બનાવી શકો છો. જ્યારે સામાન્ય માણસ માટે પાન કાર્ડ બનાવવું અઘરું છે તેને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.

પરંતુ હવે તમે 48 કલાકમાં જ તમારું પાન કાર્ડ બનાવી શકો છો. તેના માટે તમારે પહેલા ફોર્મ 49એ અને 49એએ ભરવાનું રહેશે. તમે કોઈ પણ એનએસડીએલ ટીઆઈએન-ફેસિલેશન સેન્ટર પરથી પણ એપ્લિકેશન ફોર્મ લઈ શકો છો. અને એનએસડીએલની વેબ સાઈટ www,tin-nsdl.com પર જઈ આ ફોર્મ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે બે કલર સાઈઝ(size 3.5cm x 2.5cm)ના ફોટા આપવાના રહેશે, જેનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોય. જેને આ ફોર્મમાં લગાવવા.

ધ્યાન રાખવું કે પાન કાર્ડ માટે એપ્લાઈ કરતી વખતે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને જન્મ તારીખનું પ્રમાણપત્ર સાથે રાખવું. તેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને વીજળીનું બિલ માન્ય રખાશે. એ ઉપરાંત ફોર્મમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની જાણકારી આપવી. તેમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં તમારે ઈ-સિગ્નેચર કરવાના રહેશે. ધ્યાન રાખવું કે ફોર્મમાં બધી જાણકારી બરાબર ભરવી. ફોર્મ ચેક કર્યા પછી જો કોઈ ભૂલ જોવા ન મળે તો ફીસ સાથે જમા કરાવાનું રહેશે.

ફોર્મ ભરતી વખતે તમારે જણાવાનું છે કે તમારે ફિઝિકલ પાન જોઈએ છે કે ઈ-પાન. બંનેમાંથી એક વિકલ્પ પસંદ કર્યા પછી ફોર્મ જમા કરાવાનું રહેશે. ત્યારબાદ તમને 15નંબરના આંકડાની કૂપન આપવામાં આવશે. આ નંબરથી તમે પાન કાર્ડની માહિતી મેળવી ચેક શકો છો. ફોર્મમાં આપેલી માહિતીને ચેક કર્યા પછી બે દિવસમાં જ તમારું પાન કાર્ડ તૈયાર થઈ જશે.

Read Also

Related posts

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

તમારી પુત્રીને ક્યારેય પણ રૂપિયાની ઘટ નહીં પડે! આ સ્કીમમાં ફક્ત 416 રૂપિયાનું કરો રોકાણ અને મેચ્યોરિટી પર મેળવો 65 લાખ રૂપિયા

Zainul Ansari

રાહ જોવાનો જોરદાર ફાયદો / 6 લાખ રૂપિયા થઇ ગયા 216 કરોડ, 9 વર્ષમાં રોકાણકારો થઇ ગયા કરોડપતિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!