GSTV

ઇનકમ ટેક્સની વેબસાઇટ પર આવી રીતે આધારને પાન સાથે કરો લિંક, 30 જૂન પહેલા પૂર્ણ કરી લો આ કામ નહીંતર ચુકવવો પડશે દંડ

Last Updated on June 12, 2021 by Zainul Ansari

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. જો તે ના હોય તો સરકારી કામ રોકાઇ શકે છે. નાણાંકીય વ્યવહાર સરળતાથી કરવા માટે સરકારે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ લિંકિંગથી સરકારને નાણાકીય વ્યવહારોને ટ્રેક કરવામાં અને કોઈપણ છેતરપિંડી અથવા કરચોરીને ટાળવામાં સરળતા રહે છે. જોકે હજી પણ ઘણા એવા લોકો છે જેમણે તેમના પાનને આધાર સાથે લિંક કરાવ્યા નથી. જો તમે હજી પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યો તો તમારી પાસે ફક્ત 30 જૂન સુધીનો સમય છે. પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ સરકારે 30 જૂન સુધી લંબાવી છે. હવે સરકાર તારીખ લંબાવશે નહીં, તેથી તરત જ પાન-આધાર લિંક કરાવી લો, નહીંતર મોટુ દંડ ભરવો પડી શકે છે.

પહેલાથી આસાન થયું પાન-આધાર લિંકિંગ

પાનકાર્ડને આધાર સાથે લિંકિંગની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે. તમે તેને સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા આવકવેરા પોર્ટલ દ્વારા ઓનલાઇન કરી શકો છો. તાજેતરમાં આ પોર્ટલ 8મી જૂને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેનો હેતુ નાગરિકો માટે કર ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?

જે વ્યક્તિઓએ હજી પણ તેમની પાન વિગતોને આધાર સાથે લિંક કરી નથી, તેઓ કેટલાક સરળ સ્ટેપ્સનું પાલન કરી તેને ઓનલાઇન પ્રક્રિયાના માધ્યમથી સરળતાથી કરી શકે છે.

pan
  • સૌથી પહેલા https://www.incometax.gov.in/iec/foportal/ લિંક પર જાવો.
  • નીચે સ્ક્રોલ કરો અને પોર્ટલના હોમપેજ પર ‘Link Aadhaar’ ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક નવું વેબ પેજ ખુલશે.
  • ત્યારબાદ તમે અહીં જરૂરી ડિટેલ્સ જેવી તમારા પાન, આધાર નંબર, નામ અને મોબાઇલ નંબર ભરો.
  • ત્યારબાદ એગ્રીની આવશ્યતાવાળા બોક્સ પર ટિક માર્ક કરો અને લિંક આધાર પર ક્લિક કરો.
  • રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત 6 આંકડાનો OTP દાખલ કરો અને લિંકિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે માન્ય કરો.

Read Also

Related posts

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Pritesh Mehta

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!