GSTV

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

ટ્રાન્જેક્શન

Last Updated on September 17, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી એક વખત આગળ વધારી દીધી છે. આધાર સાથે પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જેને વધારી 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે. નાણા મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

આવકવેરા કાયદા, 1961માં નવી કલમ 234H ઉમેરવામાં આવી છે. તેના હેઠળ દંડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે 23 માર્ચના રોજ લોકસભામાંથી પસાર ફાઇનેન્સ બિલ 2021 દ્વારા આ જોગવાઇ કરી છે.

પાનકાર્ડ-આધારકાર્ડ માટેની પ્રોસેસ

તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં તે જાણવા માટે તમે ઈન્કમટેક્ષની વેબસાઈટ પર તપાસ કરી શકો છો. સૌથી પહેલા વેબસાઈટ પર ગયા પછી આધારકાર્ડમાં આપેલું નામ દાખલ કરો, ત્યાર પછી પાન નંબર અને આધાર નંબર દાખલ કરો. આધાર કાર્ડ વાળા ઓપશનમાં જન્મ તારીખ અને વર્ષ મેન્શન કરો. ત્યારે પછી નીચે આપેલા કૈપ્ચા કોર્ડ દાખલ કરી એન્ટર દબાવો હવે આધાર બટન પર ક્લિક કરો આ પ્રક્રિયા કરવાથી પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ જશે.

SMS કરી પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક કરવાની રીત

જો તમારે મેસેજ મોકલી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું છે. તો તેના માટે પણ અંહી પ્રોસેસ આપવામાં આવી છે. એના માટે સૌથી પહેલા તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી 12 આંકડાવાળો આધાર કાર્ડ દાખલ કરો હવે 10 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો. હવે સ્ટેપ એકમાં જણાવ્યા પ્રમાણે 567678 અથવા 56161 પર મેસેજ સેન્ટ કરી દો.

બંધ પાનકાર્ડને ફરી શરૂ કરવા શુ કરશો ?

તમને જણાવી દઈએ કે બંધ પાનકાર્ડને ફરીથી એક્ટિવ કરવા માટે શું કરશો. તેના માટે તમારે એક મેસેજ કરવાનો રહેશે. મેસેજ માટે રજિસ્ટાર્ડ મોબાઈલથી 12 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો ત્યાર પછી એક સ્પેસ આપી 10 આંકડાનો આધારનંબર દાખલ કરી 567678 અથવા 56161 પર મેસેજ કરવાનો રહેશે.

ટ્રાન્જેક્શન

પાનકાર્ડ સાથે આધાર લિંક અપડેટ જાણવા શુ કરશો ?

  • ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાવ
  • ક્લિક લિંક ટેબ પર લિંક આધાર પર તેમરૂં સ્ટેટ્સ ચેક કરી લો
  • સ્ટેટ્સ ચેક  કરવા માટે આધાર પાનકાર્ડ માટેની જાણકારી ભરો
  • હવે વ્યુ લિંક આધાર સ્ટેટ્સ પર ક્લિક કરી એપટેડ જાણી શકે છો
  • હવે તમને ખબર પડી જશે કે તમારુ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક થયું છે નહીં

Read Also

Related posts

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!