GSTV

Smart Diaper: હવે બાળક સૂ-સૂ કરશે, તો મોબાઈલ આવશે નોટિફિકેશન

Last Updated on July 29, 2019 by Mansi Patel

દુનિયા તેજીથી બદલાઈ રહી છે અને બદલાતા સમય સાથે દરેક વસ્તુઓ સ્માર્ટ થતી જાય છે. ફોનથી લઈને ટીવી અને ઘર પણ સ્માર્ટ બની રહ્યા છે. એવાંમાં હવે બાળકોનાં ડાયપરનો પણ સમાવેશ થઈ ગયો છે. વાસ્તવમાં વેરેબલ સ્માર્ટ ડિવાઈઝની લિસ્ટમાં હવે પેંપર્સ (Pampers)નું નામ પણ જોડાઈ ગયુ છે. પેંપર્સે એક કનેક્ટેડ કેર સિસ્ટમ રજૂ કરી છે. જેનું નામ લૂમી (Lumi) છે. તેમાં સેન્સર્સ લાગેલાં છે. જે બાળકોની એક્ટિવિટીઝ પર નજર રાખશે. ડાયપર ભીનું થવા પર સેંસર મોબાઈલ પર નોટિફિકેશન મોકલશે.

બાળકોનાં સુવા-ઉઠવાનો પણ રાખશે હિસાબ

આ એપ બાળક ક્યારે સુતુ અને કેટલો સમય સુતુ છે તેની જાણકારી પણ આપશે. એપની મદદથી બાળકોને દુધ પીવડાવવાનો ચાર્ટ પણ બનાવી શકાશે. એપમાં આ સ્માર્ટ ડાયપરનો ઉપયોગ કરવાની રીત પણ જણાવવામાં આવી છે. જોકે, કંપની તરફથી તેની કિંમતને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ઘોડિયું, લાઈટ અને દુધની બોટલ પણ ઈંટરનેટ કનેક્ટેડ

તમને જણાવી દઈએ ઈન્ટરનેટ કનેક્ટેડ ઘોડિયું, સ્માર્ટ નાઈટ લાઈટ્સ અને પેસિફાયર બોટલ પણ રજૂ કરી છે. જે બાળકોની ફિડિંગ ટ્રેક કરી શકે છે. આ બધાની સાથે કંપનીએ એક એવી એપ રજૂ કરી છે. જે માતા-પિતાનો અવાજ કાઢી શકે છે. જેનાથી બાળકોને લાગે કે તે સુરક્ષિત જગ્યા પર છે.

પ્રાઈવસી, સિક્યોરિટી પર સવાલ

તો બીજી તરફ તેને લઈને પ્રાઈવસી અને સિક્યોરિટીને લઈને સવાલો ઉભા થયા છે. એક્સપર્ટનું માનવું છેકે, સેંસર હોવાને કારણે બાળપણથી બાળકોને ટ્રેક કરી શકાય છે. એટલું જ નહી તેમના હાવ-ભાવ, વજન અને કપડાંની સાઈઝની જાણકારી પણ બજાર સુધી પહોંચી શકે છે.

READ ALSO

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!