GSTV

‘સેક્સ બોમ્બ’ તરીકે ખ્યાતનામ એવી અભિનેત્રી પાંચમીવાર પરણી, Bigg Bossમાં પણ મચાવી ચુકી છે તહેલકો

Last Updated on January 25, 2020 by Bansari

હૉલીવુડ એક્ટ્રેસ પામેલા એન્ડરસન પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે પોતાની ફિલ્મોને કારણે જેટલી ચર્ચામાં આવે છે તેના કરતાં વધુ લાઇમલાઇટ પોતાની પર્સનલ લાઇફના કારણે લૂંટે છે. ફરી એકવાર પામેલા પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં આવી ગઇ છે અને આ વખતે તેની ચર્ચાનું કારણ છે તેના પાંચમા લગ્ન. પામેલાએ સૌકોઇને ચોંકાવતા 52 વર્ષની ઉંમરે હોલીવુડ પ્રોડ્યુસર જૉન પીટર્સ સાથે પાંચમા લગ્ન કર્યા છે.

પામેલા અને જૉન પીટર્સ પોતાના રિલેશનશીપને લઇને ઘણાં સમયથી ચર્ચામાં હતા. આખરે લાંબા સમય સુધી એકબીજાને ડેટા કર્યા બાદ બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે.

પામેલા અને જૉન પીટર્સના લગ્ન પ્રાઇવેટ સેરેમનીમાં Malibu Beach પર થયા છે. આ લગ્નમાં બંનેના નજીકના લોકો જ સામેલ થયા હતાં.

પામેલાએ તેની પહેલાં રૉકર્સ ટૉમી અને કિડ રૉક સાથે લગ્ન કર્યા હતા. તે બાદ તેણે 2 વાર પ્રોફેશનલ પોકર રિક સૉલોમૉન સાથે લગ્ન કર્યા હતા. જો કે તેના એકપણ લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતાં.

પામેલા એંડરસન પોતાની ફિલ્મ બેવૉચથી ઘણી પૉપ્યુલર થઇ હતી. તેની આ ફિલ્મ હૉલીવુડમાં તેની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક રહી છે.

પામેલા ઇન્ડિયન ટીવી શૉ ‘બિગ બૉસ’ની સીઝન 4માં પણ નજરે આવી હતી. તે બિગ બૉસની સૌથી વધુ મોંઘી કન્ટેસ્ટન્ટ રહી છે. પામેલા બોલ્ડ તસવીરોને લઇને પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે.

પામેલા એન્ડરસન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવાની વિનંતી કરી ચુકી છે.’બેવાચ’ આઇકન અને ‘બિગ બૉસ’ની પૂર્વ કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી પામેલા એન્ડરસને પીપલ ઑર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (પેટા) તરફથી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો.

જેમાં તેણે તમામ સરકારી બેઠકો, આયોજનોમાં ફક્ત શાકાહારી ભોજન પીરસવામાં આવે તો સુનિશ્વિત કરવાનો આગ્રહ કર્યો છે.

પોતાના પત્રમાં તેણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં ફક્ત સ્વાદિષ્ટ શાકાહરી ભોજન પીરસીને તેઓ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ ભારતની લડતનું નેતૃત્વ કરે. 

Read Also

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!