GSTV

વિશ્વભરમાં ‘સેક્સ બોમ્બ’ તરીકે ખ્યાતનામ એવી અભિનેત્રીએ નરેન્દ્ર મોદીને કરી ખાસ અપીલ, કરવા માગે છે આ કામ

Last Updated on December 2, 2019 by Bansari

હોલીવુડ એક્ટ્રેસ પામેલા એન્ડરસને શુક્રવારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવાની વિનંતી કરી છે.’બેવાચ’ આઇકન અને ‘બિગ બૉસ’ની પૂર્વ કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી પામેલા એન્ડરસને પીપલ ઑર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (પેટા) તરફથી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો.

જેમાં તેણે તમામ સરકારી બેઠકો, આયોજનોમાં ફક્ત શાકાહારી ભોજન પીરસવામાં આવે તો સુનિશ્વિત કરવાનો આગ્રહ કર્યો છે.

પોતાના પત્રમાં તેણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં ફક્ત સ્વાદિષ્ટ શાકાહરી ભોજન પીરસીને તેઓ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ ભારતની લડતનું નેતૃત્વ કરે. પશુ અધિકાર સમૂહ અને એક્ટ્રેસે સમજાવ્યું કે માંસ, ઇંડા અને ડેરી માટે પશુઓ પાળવા તમામ માનવ પ્રેરિત ગ્રીન-હાઉસ ગેસ ઉત્સર્જનનો લગભગ પાંચમો હિસ્સો છે.

તેમણે કહ્યું કે, તમારા દેશમાં નવાચાર અને કૃષિ પ્રધાન ઇતિહાસ સાથે મને વિશ્વાસ છે કે ભારત દ્વારા ઉત્પાદિત સોયા અને અન્ય બહુમુખી ખાદ્ય પદાર્થ આ હાનિકારક ખાદ્ય પદાર્થોને સરળતાથી બદલી શકે છે.

પેટાની ડાયરેક્ટરે અન્ય દેશ ન્યૂઝીલેન્ડ, ચીન અને જર્મનીની જેમ જ પ્રો-વીગન અપનાવવાનો પીએમ મોદીને આગ્રહ કર્યો છે. 52 વર્ષીય એક્ટ્રેસે કહ્યુ, હું તમને આગ્રહ કરુ છું કે તમે તેમને દેખાડો કે અન્યના મુકાબલે ભારત તેમની સમકક્ષ કે તેમનાથી વધુ શ્રેષ્ઠ છે.

જળવાયુ પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદૂષણથી પ્રભાવિત પ્રત્યેક જીવ માટે મારુ મન ચિંતિત છે. મને અહીં રહેતાં લોકોની સાથે તે પશુઓની પણ ચિંતા છે જે ચહેરા પર માસ્ક નથી લગાવી શકતાં અથના તો ઘરની અંદર નથી રહી શકતા.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!