GSTV
Gujarat Government Advertisement

આ ગામના સરપંચની અનોખી પહેલથી ખેડૂતોને મળે છે ઉંચા ભાવ અને ગ્રાહકોને સસ્તી શાકભાજી

Last Updated on May 22, 2020 by

શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને હંમેશા પૂરતા ભાવ નથી મળતા અને સામે ગ્રાહકોને ઉંચા ભાવે ખરીદી કરવી પડતી હોય છે. પરંતુ જો મહેસાણાના પાલવાસણા ગામની જેમ દરેક ગામ આ કામગીરીને અનુસરે તો ખેડૂતોને ઉંચા ભાવ. ગ્રાહકોને સસ્તી શાકભાજી મળી રહે તે પણ કોરોનાના સંક્રમણના ભય વિના.

સંક્ર્મણ પણ અટકાવી શકવામાં ગામ આગળ

મહેસાણાના પાલવાસણા ગામના સરપંચની અનોખી પહેલ આજે સામે આવી છે જેમાં લોકો શાકભાજી તાજી ખરીદી શકે તે માટે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ શાકભાજી અને ફ્રૂટ ખરીદી કરીને ગામમાં સૅનેટાઇઝર કરીને ગામના જ યુવાનો દ્વારા વહેંચણ ઓછા ભાવે કરતા ગામમાં સસ્તા ભાવે ખેત પેદાશ મળી રહે છે અને સંક્ર્મણ પણ અટકાવી શકવામાં ગામ આગળ આવતા આજે પાલવાસણા ગામ પાલનહાર બન્યું છે.

ખેડૂતોને ઊંચો ભાવ મળે છે

પાલવાસણા ગામના સરપંચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ગામ માં જ શાકભાજી સસ્સ્તી અને સારી ગુણવતા સાથે મળી રહે તે માટે ગામના સરપંચ દ્વારા ગામની વાડીમાં શાકમાર્કેટ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ખેતપેદાશની તમામ શાકભાજી સહીત ફ્રૂટ પણ ગામ લોકોને મળી રહે તેવું સુચારુ આયોજન કરાયું છે. ગામના સરપંચ દ્વારા ખેતર માંથી સીધા જ શાકભાજી અને ફ્રૂટ ખરીદી કરી ને ગામમાં લાવવામાં આવે છે જેથી ખેડૂતો ને પણ ઊંચો ભાવ મળે છે અને વચેટીયો નીકળી જતા ગ્રામજનો ને સારી ગુણવતા વાળી તાજી શાકભાજી મળી રહે છે. જેથી પાલવાસણા ગામ આજે સ્થાનિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થવા ગયું છે.

ગ્રામજનોને સીધો લાભ આજે પાલવાસણા ગામમાં મળી રહ્યો છે

આજે અમદવાદ સહીત સમગ્ર ગુજરાત માં કોરોના નો આહ્કાર થવા ગયો છે જેમાં મોટા ભાગે શાકમાર્કેટ માંથી જ શક્ર્મણ ખાસ જોવા મળે છે. જેથી આ ગામ ની વસ્તીને ધ્યાનમાં લઈ ને પ્રથમ જિલ્લામાં ગામમાં જ શાકભાજી મળી રહે છે જે શાકભાઈ બજાર માં 50 રૂપે કિલો મળતી હોય તે જ શાકભાજી ગામ માં જ પેટ્રોલ બળ્યા વિના 30 રૂપિયામાં મળી રહે છે સાથે સેલ્ફ ડિસ્ટન્સ સહીત કોરોનાના નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. સાથે શાકભાજી તાજી હોવાથી ગ્રામજનોને સીધો લાભ તંદુરસ્તી સાથે ખીસા પર પણ ભારણ ઓછું થવા ગયું છે જ્યારે ગામ માં આ શાકમાર્કેટ માં જે શાકભાજી આવે છે તે પ્રથમ સેન્ટઆઈઝર કરીને ગામમાં મળતા આજે ખેડૂતો સહીત ગ્રામજનોને સીધો લાભ આજે પાલવાસણા ગામમાં મળી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!