GSTV

પાલનપુર/ પારપડામાં બાળકોને ઘરે બેઠા નવી પદ્ધતિથી શિક્ષણ, પંચાયત દ્વારા અપાઈ રહ્યું છે લાઉડ સ્પીકરથી શિક્ષણ!

સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કાળમાં બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ગામમાં બાળકોને લાઉડ સ્પીકરના માધ્યમથી હોમ લર્નિંહ શિક્ષણ આપવાનો નવતર પ્રયાસ શરૃ કરાયો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઇપણ નાના ગામમાં સવારના સમયે પ્રવેશતાં જ મંદિરમાંથી ઘંટારવનો કે ઢોરઢાંખરનો અવાજ સંભળાતો હોય છે.

ઈન્ટરનેટ પોસાતું નહીં હોવાથી પંચાયત દ્વારા અપાઈ રહ્યું છે લાઉડ સ્પીકરથી શિક્ષણ

પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પાસે આવેલા ૧૫૦૦ની વસતી ધરાવતા પારપડા ગામમાં સવારના સમયે પ્રવેશતાં જ શિક્ષકો અભ્યાસ કરાવતા હોય તેનો અવાજ લાઉડસ્પીકરમાં સાંભળવા મળશે જેમાં ગ્રામ પંચાયતમાંથી શિક્ષકો દ્વારા લાઉડ સ્પીકર પર અભ્યાસ ચલાવવામાં આવે છે અને બાળકો ઘર આંગણે લાઉડ સ્પીકરના માધ્યમથી શિક્ષણના પાઠ ભણતા જોવા મળે છે. આ પદ્ધતિથી મોબાઇલ નેટવર્કની કે મોબાઇલ  સામે લાંબો સમય જોવાથી બાળકોને થતી આંખોની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.   

પારપડામાં બાળકોને ઘરે બેઠા નવી પદ્ધતિથી શિક્ષણ

કોરોના મહામારીએ સમગ્ર જનજીવનને બાનમાં લઇ લેતાં તેનાથી અનેક ક્ષેત્રને અસર પડી છે અને જેમાં શિક્ષણનો પણ સમાવેશ થાય છે. શાળાઓ હજુ દિવાળી સુધી ખૂલશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે. જેના પગલે મોટાભાગની શાળાઓ દ્વારા હાલ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બાળકો મોબાઇલ કે લેપટોપ દ્વારા શિક્ષણ મેળવતા હોય છે. જોકે, ઓનલાઇન શિક્ષણ દ્વારા અનેક લોકોને નેટવર્કની તો અનેકને મોંઘા ઇન્ટરનેટની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ બંને સમસ્યાનો પાલનપુર તાલુકાના નાનકડા એવા પારપડા ગામે સરસમજાનો ઉકેલ શોધી કાઢ્યો છે. પારપડા ગામમાં સરકારની વિવિધ યોજનાઓ તેમજ ગ્રામજનોને ઉપયોગી માહિતી મળી તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઠેર-ઠેર સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે સિસ્ટમ મારફતે હાલ બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપવાનું શરૃ કરવામાં આવ્યું છે.

સિસ્ટમ મારફતે હાલ બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપવાનું શરૃ કરવામાં આવ્યું

સમગ્ર રાજ્યમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય ઠપ્પ છે ત્યારે બાળકોનું વર્ષ બગડે નહી તે માટે સરકાર દ્વારા પ્રાથમિક વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા હોમ લર્નિંગ અભ્યાસક્રમ શરૃ કરાયો છે. જેને લઈ શિક્ષકો દ્વારા ટીવી, મોબાઈલ જેવા ઉપકરણોના માધ્યમથી બાળકોને ઓનલાઈન હોમ લર્નિંગના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટના ધાંધિયા તેમજ કેટલાક ગરીબ પરિવારો પાસે ટીવી મોબાઈલની સુવિધા ન હોઈ આવા પરિવારના બાળકોને ઓનલાઈન શિક્ષણથી વંચિત છે ત્યારે પાલનપુર તાલુકાના નાના સરખા પરપડા ગામમાં કોરોના વચ્ચે ગામમાં એકપણ બાળક હોમ લર્નીંગ શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ઘરે બેઠા શિક્ષણ પુરુ પાડવા માટે એક નવતર પ્રયોગ સ્વરૃપે ગ્રામ પંચાયતમાં વસાવેલ લાઉડ સ્પીકર સિસ્ટમના માધ્યમથી શિક્ષકો દ્વારા સવારના ૮ થી ૧૧ વાગ્યા સુધી ગામના બાળકોને લાઉડ સ્પીકર પર હોમ લર્નીંગનું શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે. જેને લઈ બાળકો પોતાના ઘર મહોલ્લા આગળ લાગેલ લાઉડ સ્પીકર પર શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા શિક્ષણના પાઠ રૃચિ સાથે ભણે છે.

READ ALSO

Related posts

ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે પુલકિત સમ્રાટ- કૃતિ ખરબંદા ? એક્ટરો કર્યો ખુલાસો

Nilesh Jethva

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!