ગ્લેમરસ લાઈફ અને સેલિબ્રિટીની જેમ ફેમસ થવું ઘણા લોકોનું સપનું હોય છે. કેટલાક લોકો આ સપનું તેમની પ્રતિભા અને મહેનતથી પૂર્ણ કરે છે. જ્યારે કેટલાક લોકો આ બાબતમાં નસીબ લઈને જન્મે છે. હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર, જે લોકોના હાથ પર ખાસ પ્રકારના નિશાન હોય છે, તેઓ સેલિબ્રિટીઝની જેમ ફેમસ હોય છે. આ ચિહ્ન જીવનના અન્ય પાસાઓને પણ અસર કરે છે.

ખૂબ જ શુભ માછલીનું ચિહ્ન
હાથમાં માછલીનું નિશાન હોવું ખૂબ જ શુભ છે. તમારા હાથની હથેળીમાં માછલીનું નિશાન હોવું તમારા જીવનને કેવી રીતે અસર કરે છે તે જાણો.

- ચંદ્ર પર્વત પર માછલીનું નિશાન હોવું એ વ્યક્તિને કલાના ક્ષેત્રમાં ફેમસ બનાવે છે. આવા લોકો ખૂબ નામ મેળવે છે અને મોટા કલાકાર બને છે.
- સૂર્ય પર્વત પર માછલીનું નિશાન હોવું એ દુનિયાને ખૂબ પ્રસિદ્ધિ અપાવે છે. દુનિયામાં ફેમસ થયેલા ઘણા મોટા શખ્સોના હાથમાં સૂર્ય પર્વત પર માછલીનું નિશાન છે. સૂર્ય પર્વત પર માછલીનું નિશાન ઘણા પુરસ્કારો પણ અપાવે છે.
- જો શાની પર્વત પર માછલીનું નિશાન હોય તો તે વ્યક્તિ ખૂબ ગુણી ગણાય છે. તે ખૂબ ન્યાયપ્રિય અને અનુશાસિત હોય છે. સાથે રહસ્યમઈ વિદ્યાઓનો જાણકાર પણ હોય છે.
- બુધ પર્વત પર માછલીનું નિશાન છે તો તે વ્યક્તિ મોટો બિઝનેસમેન બને છે અને વૈશ્વિક વ્યાપાર જગતમાં ખૂબ મોટી ખ્યાતી મેળવે છે.
- શુક્ર પર્વત પર માછલીનું નિશાન વ્યક્તિને ગ્લેમરની દુનિયામાં પ્રસિદ્ધ બનાવે છે. આવા લોકો સેલિબ્રિટી બને છે.
- કેતુ પર્વત પર માછલીનું નિશાન હોવાથી વ્યક્તિ ધર્મ અધ્યાત્મક પર વધુ ભાર આપે છે. પરંતુ તે પોતાની મહેનતથી રૂપિયા પણ કમાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો