GSTV

સોના કરતાં પણ 4 ગણું કિંમતી છે પેલેડિયમ, સોનાના ભાવ 17 ટકા તો એના ભાવ 63 ટકા વધ્યા

વૈશ્વિક બજારમાં હાલનાં સમયમાં ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે. માત્ર બે અઠવાડિયામાં પેલેડિયમની કિંમતમાં 25 ટકા કરતાં પણ વધારે ઉછાળો નોંધાયો છે. જ્યારે તેની કિંમત છેલ્લા એક વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. પેલેડિયમની કિંમતમાં પાછલા એક વર્ષમાં 63 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે સોનું ફક્ત 17 ટકા મોંઘુ થયુ છે. 17 ડિસેમ્બરે પેલેડિયમનો ભાવ ઔંશદીઠ 1974 ડોલર (1,40,796 રૂપિયા)ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.

ક્યારે થઈ હતી શોધ

1803 માં વિલિયમ હાઇડ વોલેસ્ટન દ્વારા પેલેડિયમની શોધ થઈ હતી. આ ધાતુ ચાંદી જેવી લાગે છે. પરંતુ તેમાં પ્લેટિનમ જેવું ગ્લો છે. પેલેડિયમને પણ કરન્સી કોડ આપવામાં આવ્યા છે. આ એવી ચોથી ધાતુ છે જેને કરન્સી કોડ આપવામાં આવ્યુ છે. પેલેડિયમ ઉપરાંત પ્લેટિનમ, સોના અને ચાંદીને પણ આ કોડ આપવામાં આવ્યું છે. તે પ્લેટિનમ ગ્રુપની છ ધાતુઓ સાથે રાખવામાં આવે છે. આ જૂથ સિવાય આ ગ્રુપમાં રુથેનિયમ, રોડિયમ, ઓસ્મિયમ, ઇરીડિયમ અને પ્લેટિનમ પોતે છે.

લગભગ 85 ટકા પેલેડિયમનો ઉપયોગ કારોનાં એક્ઝાસ્ટસમાં થાય છે. તે ઝેરી પ્રદૂષણકારી તત્વોને ઓછા નુકસાનકારક બનાવવામાં મદદ કરે છે. પેલેડિયમ, પેટ્રોલ અને હાઈબ્રિડ ગાડીઓને એક્ઝાસ્ટ્સમાં ઉપયોગ થતાં કેટેલિસ્ટ બનાવવા માટે થાય છે. તેના સિવાય તેને ઈલેક્ટ્રોનિક્સ, ડેંટિસ્ટ્રી, જ્વેલરીમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુ રશિયા અને દક્ષિણ આફ્રિકામાં વિશેષ રૂપે મળે છે.

કેમ મોંઘુ થઈ રહ્યુ છે પેલેડિયમ

પેલેડિયમની વધતી કિંમત તેની વધતી માંગને કારણે છે. માંગમાં વધારો થવાનું કારણ સરકારો વાહનોમાં પ્રદૂષણના નિયમો કડક બનાવશે તેમ માનવામાં આવે છે. ખાસ કરીને ચીનમાં. આથી જ ઓટો ઉદ્યોગમાં આ ધાતુની માંગ વધી રહી છે. વાસ્તવમાં પેલેડિયમનું ઉત્પાદન ઓછું છે. અને તેની માંગ તેજીથી વધી રહી છે. રશિયા અને દક્ષિણ આફ્રિકાનાં દેશોમાં પણ ઉત્પાદનનું દબાણ છે. ધાતુની વધી રહેલી કિંમતોએ ઉત્પાદક દેશોને પણ ચોંકાવી દીધા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

લગ્નજીવનને કેવી રીતે બનાવશો રોમાંચક? કામ આવશે રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ

Mansi Patel

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!