GSTV

ભાવનગર / શાળાના પુસ્તકો પસતીમાં વેચી મારવાનો કારસો! 15 હજાર રૂપિયામાં વેચી દેવાયા પાઠ્યપુસ્તકો

Last Updated on August 2, 2021 by Zainul Ansari

પાલિતાણા શહેરમાં સરકારી પાઠ્યપુસ્તકો શાળાના આચાર્ય દ્વારા બારોબાર વેચી નાખ્યા હોવાનું ઘટસ્ફોટ થયો છે. ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના આગેવાનો દ્વારા પુસ્તકોનો જથ્થો ભરીને જઈ રહેલા ટ્રેક્ટરનો પીછો કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પાલીતાણા શહેર ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના આગેવાનોને જાણ થઇ કે પાલીતાણાના ગુજરાતી શાળાના સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો ટ્રેક્ટર ભરીને જઈ રહ્યો છે. જેને આધારે આ ટ્રેકટરનો પીછો કરતા ટ્રેક્ટર તળાજા રોડ પર આવેલ એક ભંગારના ડેલામાં ખાલી કરાયું. તપાસ અને પૂછપરછ કરતા પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ પાસે આવેલ સરકારી ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા રવિવારના દિવસે ટ્રેક્ટર ભરીને સરકારી પાઠ્યપુસ્તકોના જથ્થો પંદર હજાર રૂપિયામાં શિવા નામના વ્યક્તિને વેચ્યો હતો.

જેના પર કમિશન લઈ તળાજાના રોડ પર આવેલા સોહીલ નામના ભંગારનો વેપાર કરતાં વ્યક્તિને આ પુસ્તકો વેચી દેવાયા. જોકે તેની પાસે સરકારી આધાર-પુરાવા બિલ સહિતની રકમ માગવામાં આવતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર ઘટના અંગે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના આગેવાનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો.

જો કે જે શાળામાંથી આ જથ્થો વેચાયો હતો તે શાળાના આચાર્યે જણાવ્યું હતું કે તેમની શાળા ખાતે સરકારી પુસ્તકો રાખવા માટેનો તાલુકા કક્ષાનો ડેપો છે.. જે પુસ્તકો વેચવામાં આવ્યા છે તે પુસ્તકો જુના અભ્યાસક્રમના છે અને તેમાં ઉધઈ લાગી જવાના કારણે તેમની શાળાની એસએમસી કમિટીમાં ઠરાવ કર્યા બાદ જ વેચવામાં આવ્યા છે અને જે રકમ આવે તેને સોમવારે બેંકમાં જમા કરાવવાની હતી. જોકે તેમને એ પણ સ્વીકાર્યું હતું કે તેમની ભૂલ એ હતી કે તેમણે જિલ્લા તંત્રની મંજૂરી લીધી ન હોય જેના કારણે જિલ્લાના અધિકારીઓ દ્વારા તેમને આ જથ્થો પરત લઈ અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ નિકાલ કરવા જણાવ્યું હતું.

શાળાના પુસ્તકો ભંગારના ડેલામાંથી મળી આવવાની આ સમગ્ર બાબતને લઇને હાલ તો તપાસ શરૂ કરાઇ છે. હાલ તો સ્થિતી એવી છે કે પુસ્તકો વિના ઘણી જગ્યાએ બાળકોને અભ્યાસથી વંચિત રહેવું પડી રહ્યું છે, ત્યારે આ સમગ્ર પ્રકરણમાં શું સામે આવે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

Read Also

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!