પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન બાઈક થયું સ્લીપ, 8ને ઈજા

પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન બાઈક સ્લીપ થયું હતું જેને કારણે કુલ ૮ લોકોને નાની-મોટી ઇજા થઇ છે. ઘવાયેલા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. 

બાઈક સ્લીપ થતાં કુલ બાઈક ઉપર સ્ટંટ કરતી મહિલા પોલીસ કર્મી સહિત 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલ પોલીસ કર્મી તેમજ 3 બાળકો અને 4 બાળકીઓને પાલનપુર ની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે

આ ઘટના બાદ અને પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત સિવિલ હોસ્પિટલ ગયા હતા. 

સ્ટંટ શોમાં સામાન્ય દુર્ઘટના સર્જાતા ઇજાગ્રસ્ત મહિલા પોલીસ મોટર સાયકલિસ્ટ અને સામાન્ય ઇજા થયેલા 7 બાળકોની સારવારની માહિતી મેળવવા અને ખબર અંતર હતા તેમજ ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે જિલ્લા તંત્રને સૂચનાઓ આપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter