પાંજરાપોળની વાત આવે એટલે સામાન્ય ગાય અને ભેંસ યાદ આવે. પરંતુ બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં એક અનોખી પાંજરાપોળ છે. સો વર્ષ જૂની પાંજરાપોળ સરકારી સહાયની દરકાર કરતી નથી. આ છે પાલનપુરના મહાજન ડેલામાં આવેલી નવાબીકાળની પાંજરાપોળ.
આ પાંજરાપોળમાં ગાયો, ભેંસો તેમજ નીલ ગાય, કૂતરા, બિલાડી અને મરઘા જેવા અનેક પશુ પક્ષીઓને રાખવામા આવે છે.અને સારવાર પણ અપાય છે. દાતાઓના દાનથી આ પાંજરાપોળ ચાલી રહી છે. જો કે સરકાર આ પાંજરાપોળને સહાય આપીને ડેવલોપ કરે તેવી માંગ ઉઠી છે. આ પાંજરાપોળને વાર્ષિક નવ હજાર રૂપિયાની સહાય મળતી હતી.જો કે સમયાંતરે વહીવટ બદલાયો અને સરકાર દ્વારા મળતી સહાય 1995માં બંધ કરી દેવાઇ હતી.
નવાબી કાળની આ પાંજરાપોળના અહીંના સ્થાનિકો પણ સાક્ષી છે. ત્યારે હવે આ પાંજરાપોળને સરકાર હસ્તગત કરીને એક પ્રાણીસંગ્રહાલયના રૂપમાં તૈયાર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.
આ અનોખી પાંજરાપોળ નવાબ સાહેબે શરૂ કરી હતી.પશુઓને કતલખાને જતાં બચાવવાના ઉદ્દેશથી આ પાંજરાપોળ શરૂ કરાઇ હતી.અને તમામ પ્રકારના પશુ અને પક્ષીઓને અહીં આશરો આપવામાં આવતો હતો.
પાલનપુરના તીનબત્તી વિસ્તારમાં જઈએ એટલે મહાજનનો ઉડેલો નામ સાંભળવા મળે મહાજનનો ડેલો એટલે અહીંની અનોખી પાંજરાપોળ પાલનપુરના તીનબત્તી વિસ્તારના ખારા વાસમાં આવેલી છે. એક અનોખી પાંજરાપોળ નવાબી કાળથી કાર્યરત છે.
આ પાંજરાપોળ જે તે સમયના નવાબ સાહેબે પશુઓને કતલખાને જતાં બચાવવા માટે પાંજરાપોળ શરૂ કરેલી જોકે આ પાંજરાપોળમાં માત્ર ગાયો અને ભેંસો જ નહીં પરંતુ અહીં નીલ ગાય કૂતરા બિલાડી મરઘા જેવા અનેક પશુ અને પક્ષીઓને અહીં વર્ષોથી સારવાર અપાય છે.
વર્ષોથી અહીંયા દેખરેખ રખાય છે પશુ અને પક્ષી ધનની ત્યારે નવાબી કાળની આ પાંજરાપોળ કાર્યરત હતી. જે તે સમયે નવાબી કાળ પૂર્ણ થયો એટલે આ પાંજરાપોળ નું સંચાલન લીધું જૈન શ્રેષ્ઠીઓ છેલ્લા કેટલાય વર્ષોથી આ અનોખી પાંજરાપોળમાં સંચાલન જૈન શ્રેષ્ઠીઓ કરી રહ્યા છે જે તે સમયે આ અનોખી પાંજરાપોળ નવાબ સાહેબે શરૂ કરી હતી.
તમામ પ્રકારના પશુ અને પક્ષીઓને અહીં આશરો આપવામાં આવતો ત્યારે નવાબી કાળથી આ પાંજરાપોળને વાર્ષિક નવ હજાર રૂપિયાની સહાય મળતી સમયાંતરે વહીવટ બદલાયો ત્યારે સરકાર દ્વારા મળતી સહાય 1995માં બંધ કરી દેવાઇ.
જો કે દાનવીર જૈન શ્રેષ્ઠીઓની દાનથી આ કહેવાથી પાંજરાપોળ અને જે મહાજનનો ડેલો કહેવાય છે કે જે પશુ અને પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે પાંજરાપોળ બનાવાઇ હતી જેનું સંચાલન જૈન શ્રેષ્ઠીઓ કરી રહ્યા છે તમામ પશુ અને પક્ષી નો ખર્ચ અને સારવાર પણ જૈન શ્રેષ્ઠીઓ કરી રહ્યા છે, ત્યારે સરકાર એક તરફ પાંજરાપોળોને લાખો રૂપિયાની સહાય આપવાની વાત કરે છે, ત્યારે આ નવાબી કાલીન પાંજરાપોળ માટે વહીવટી તંત્ર અને સરકારનું દુર્લક્ષ્ય છે.
પાલનપુરની આ એક અનોખી પાંજરાપોળ છે તમામ પક્ષી અને પશુઓ અહીંયા સારવાર સાચવણી અને સંભાળ રખાય છે ત્યારે સરકારે અને વહીવટી તંત્રએ આ પાંજરાપોળને સહાય આપી અને ડેવલોપ કરવાની માંગ ઉઠી છે
મહાજન ડેલામાં આવેલી આ અનોખી પાંજરાપોળના કર્મચારીઓ પણ એ જ પ્રકારે આ પશુ અને પક્ષીઓની સેવા કરી રહ્યા છે. પશુ અને પક્ષીઓ સામે કોઈ પણ જાતના દ્વેષભાવ અથવા કોઈ પણ જાતની ખચકાટ વગર દિવસ રાત આ પશુઓ અને પક્ષી મય બની સાચા અર્થમાં તેઓ એક પ્રકારની સેવા કરી રહ્યા છે.
નવાબી કાળની આ પાંજરાપોળના અહીંના સ્થાનિકો પણ સાક્ષી છે નવાબી કાળની અનોખી પાંજરાપોળમાં તમામ પશુઓને પક્ષીઓની સારવાર અને એક પ્રકારની જાળવણીના સ્થાનિકો પણ સાક્ષી છે, ત્યારે હવે આ પાંજરાપોળને સરકાર હસ્તગત કરી અને એક પ્રાણી સંગ્રહાલયના રૂપે ઉભરી આવ્યા એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
સમયે આ અનોખી પાંજરાપોળ નવાબ સાહેબે શરૂ કરી હતી તમામ પ્રકારના પશુ અને પક્ષીઓને અહીં આશરો આપવામાં આવતો.
નવાબ કાલીન મહાજનની પાંજરાપોળ વર્ષોથી અહીં કાર્યરત છે. સો વર્ષ ઉપરાંતની આ પાંજરાપોળમાં આજે અનેક વિધ પશુ પક્ષીઓની સારવાર થાય છે ત્યારે 100 વર્ષ ઉપરાંતની આ પાંજરાપોળ કોઈની મોહતાજ નથી ત્યારે સરકાર દ્વારા અહીં ડેવલોપ કરી સહાય માંગ ઉઠી છે.