ગુજરાતમાં ચૂંટણીની તારીખને હવે થોડાં જ દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ગરમાયેલા ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ખરીદીનો એક કથિત ઓડિયો વાયરલ થતાં રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પાલનપુરના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વચ્ચેની એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને પૈસાથી ખરીદવાની ઓફર કરી હોવાનો આક્ષેપ થયો છે.


પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ તેમજ ઉમેદવાર જીતુ ઠાકોરે ભાજપ પર બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી કોંગી ઉમેદવારોને ખરીદવાનો આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર-6ના કોંગ્રેસના ઉમેદવાર શકુંતલા રાવલે પૈસા લઇને ફોર્મ પરત ખેંચ્યુ હોવાનો ધારાસભ્ય મહેશ પટેલે આક્ષેપ કર્યો છે.

READ ALSO :
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
