GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પાલનપુરમાં માનસિક અસ્થિર મહિલાને 3 વાર ગર્ભવતી બનાવી બાળકો કરાયા ગાયબ

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ડીસા રોડ પર 15 વર્ષથી માનસિક અસ્થિર મહિલા છેલ્લા કેટલાય વર્ષો થી આશ્રય લઈ રહી હતી. માનસિક અસ્થિર મહિલાનો એકલતાનો લાભ લઈ કેટલાક વિકૃત્ત માનસિકતા થી પીડાતા નરાધમોએ તેને હવસનો શિકાર બનાવી ત્રણ-ત્રણ વાર ગર્ભવતી બનાવી હતી. પ્રસુતિ સમયે માનસિક વિકલાંગ મહિલા કેટલાક દિવસો ગાયબ થઈ ગયા પછી ચોક્કસ સમય પછી મહિલા બાળક વગર પરત તે સ્થળે આશ્રય મેળવતી હતી.

આથી તે વિસ્તાર થી પરિચિત અને માનસિક વિકલાંગ મહિલાનું અવલોકન કરતા પાલનપુર સાયન્સ કોલેજના પ્રો. કે.સી પટેલ ના ધ્યાને આવતા ગર્ભવતી માનસિક મહિલાના ત્રણ બાળકો અવતર્યા પછી ક્યાં ગયા સહિતના પ્રશ્નો મન માં ઉભા થયા હતા. માનસિક વિકલાંગ મહિલાને આ નરાધમો થી બચાવવા 181 અભયમની મદદ લઈ અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે માનસિક વિકલાંગ મહિલાઓ માટેના આશ્રયસ્થાન જય અંબે મહિલા મંદ બુદ્ધિ આશ્રમમાં ખસેડવામાં આવી હતી.

જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં પાલનપુર થી 181 અભયમ મારફતે લવાયેલી માનસિક અસ્થિર મહિલા સાથે ભૂતકાળમાં બનેલી અત્યાચારની ઘટનાઓના પગલે આશ્રમના સંચાલકોએ મહિલાને વાત્રક હોસ્પિટલમાં શારીરિક પરીક્ષણ માટે લઈ ગયા હતા. ત્યારે ત્યાં ફરજ પરના સ્ત્રી રોગ નિષ્ણાતે મહિલાના ગર્ભાશયને ભારે નુકશાન થયું હોવાથી ઓપરેશન કરવાનું જણાવતા આશ્રમના સંચાલકોએ ઓપરેશન કરાવવા તૈયારીઓ હાથધરી મહિલાને તંદુરસ્ત કરવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હોવાનું જણાવ્યું હતું.

પ્રસુતિના છેલ્લા દિવસોમાં આ મહિલાને અચાનક કોઈ ઉઠાવી જતા અને પ્રસુતિના સમયગાળાના દોઢ મહિના પછી માનસિક અસ્થિર મહિલા બાળક વગર પરત ફરતા પ્રોફેસરે આશંકા વ્યક્ત કરી હતી કે, ચોક્કસ ટોળકી દ્વારા મહિલા સાથે અપકૃત્ય કરી મહિલા દ્વારા જન્મ થતા બાળકોને વેચી મારી બાળ તસ્કરીનું કૌભાંડ ચાલી રહ્યું હોય તો નવાઈ નહિ? રાજ્ય સરકાર-ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ થાય તો માનસિક વિકલાંગ મહિલાને ગર્ભવતી બનાવી તેના થાકી જન્મેલાં સંતાનો વેચી મારવાનું બાળ તસ્કરીનું મસમોટું રેકેટ બહાર આવવાની શક્યતાઓ પુરેપુરી રહેલી છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!