GSTV

પાલનપુર આબુ રોડ હાઇવે પર પાણી ભરાતા એક તરફનો માર્ગ કરાયો બંધ, અમદાવાદ અને રાજસ્થાનના વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

સાર્વત્રિક વરસાદથી પાલનપુર હાઈવે પર પાણી ભરાયા. સાઈબાબા મંદિર નજીક પાલનપુર આબુ રોડ હાઇવે પર પાણી ભરાયા. જેના લીધે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. પાણી ભરાવાને લીધે અમદાવાદ અને રાજસ્થાનના વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી.

બનાસકાંઠાના ડીસા-ઝેરડા હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. ઝેરડાના ગુલાબસર તળાવમાં નવા નીર આવતા તળાવ ઓવરફ્લો થયું હતુ. રોડ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો..તળાવ તૂટે તો ખેડૂતોના પાકને ભારે નુક્શાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યાં છે.

બનાસકાંઠાના કાંકરેજના ટોટણા-અસાલઙી ગામના કોઝ વે પર પાણી ફરી વળતા ડમ્પર તણાયું હતું. જો કે સ્થાનિકો દ્વારા ડમ્પર ચાલક સહિત સાતને બચાવી લેવામાં આવ્યા।.. ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ આ જ જગ્યાએ ગાડી તણાઈ હતી. જો કે તે વખતે પણ સ્થનિકોએ છ લોકોને બચાવી લીધા હતા.તંત્ર દ્રારા એલર્ટ હોવા છતા ડમ્પરચાલકે બેદરકારી દાખવી ડમ્પર પાણીમાંથી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો..જો કે પાણીના ધસમસતા પ્રવાહના ડમ્પર તણાયું હતું.

READ ALSO

Related posts

કામની વાત/ રેલવેએ આ કારણે કેન્સલ કરી નાંખી છે આટલા રૂટોની ટ્રેનો, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો લિસ્ટ

Bansari

મોટા સમાચાર/ તહેવારોની સિઝનમાં સૌથી મોટુ રાહત પેકેજ આપવા જઈ રહી છે મોદી સરકાર, આ વસ્તુ પર રહેશે ફોકસ

Pravin Makwana

સારા સમાચાર / બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ, ખરીદવાની આ છે શ્રેષ્ઠ તક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!