રોજ બાળકોને નાસ્તામાં શું આપવું છે સવાલ? તો ઘરે જરૂરથી ટ્રાય કરો પાલક પૌઆ ટીકી 

રોજ સવાર પડેને દરેક ગૃહિણીને એક જ પ્રશ્ન થાય છે કે આજે તે જમવામાં શું બનાવે. જમવાનું તો ઠીક પરંતુ રોજ નવુ નવુ નાસ્તામાં શું બનાવવું તેવો પણ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હોય છે. બાળકોને દરોજ નાસ્તામાં કંઈને કંઈ નવું જોઈતું જ હોય છે. રોજ એકની એક બોરિંગ વાનગી ઉપમા કે પૌઆ ખઈને બાળકો પણ કંટાળે છે. માટે તમારી મુશ્કેલીઓનો અંત લાવવા માટે આજે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ અમે. જે ટેસ્ટી હોવાની સાથે જ હેલ્થી પણ છે. તો આવો જાણી લઈએ ટેસ્ટી અને હેલ્થી પાલક પૌઆ ટીકી બનાવવાની રીત

સામગ્રી:

૧/૨ કપ સમારેલી પાલક

૩ નંગ બાફીને છીણેલા બટાકા

૩ નંગ લીલામરચાં

૧/૨ ટૂકડા આદું

૧/૨ કપ પૌઆ

૧ ટી.સ્પૂન લાલમરચું

૧/૨ ટી.સ્પૂન આમચૂર પાવડર

૧/૪ ટી સ્પૂન આખા ધાણા

૧/૪ ટી.સ્પૂન જીરું

૧/૨ ટી.સ્પૂન કાળા મરી પાવડર

૨ થી ૩ ટી.સ્પૂન ચોખાનો લોટ

મીઠું

કોથમીર

તળવા માટે તેલ

બનાવવાની રીત: 

સૌપ્રથમ પૌઆને પાંચ મિનિટ પલાળીલો ત્યાર બાદ તેને નીતારીને કોરા કરી લો. ત્યાર બાદ એક બાઉલમાં પાલક, બટાકા, પૌઆ, ચોખાનો લોટ અને બીજા બધાં મસાલા ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ મિશ્રણના બોલ્સ બનાવી લો અને ત્યાર બાદ હાથથી તેને ચપટા કરીને ટીકીનો શેપ આપી લેવો.
બધી ટીકી તૈયાર થઈ જાય ત્યાર બાદ તેને તેલમાં મિડિયમ ફ્લેમ પર ક્રિશપી થાય ત્યા સુધી તળી લો. બધી ટીકી આ રીતે તળીને તૈયાર કરો. તો તૈયાર છે ક્રીસ્પી પાલક પૌઆ ટીકી. બાળકોને નાસ્તામાં ગરમા ગરમ અપો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter