GSTV
Gujarat Government Advertisement

સરકારે જ ખાતરના નામે ખેડૂતોના ઘરમાં ખાતર પાડ્યું: જ્યારે ચોકીદાર જ ચોરી કરે તો કોને ફરિયાદ કરવા જવી, સરકારે ખેડૂતો સાથે દગો કર્યો

Last Updated on May 12, 2021 by Pravin Makwana

કોરોનાનો ફટકો તો હજુ ખેડૂતો સહન કરી જ રહ્યા છે ત્યાં વધારમાં ખાતરના અસહય ભાવ વધારો ઝીંકાતા દેશના ખેડૂતોને વર્ષે 20 હજાર કરોડ રૃપિયાનો, ગુજરાતના ખેડૂતોને 1200 કરોડનો અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 500 કરોડનો વધારોનો બોજો પડનાર છે. જેને પગલે ખેડૂતોએ કેન્દ્રીય નાણાંમંત્રી પાસે ખેડૂતો માટે રૃા.20 હજાર કરોડનું પેકેજ આપવા માંગણી કરી છે.

કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર આવ્યા હતા કે અગાઉ ઇફકો કંપની એ ખાતરના ભાવ વધારી દીધા બાદ તાજેતરમાં જ અન્ય કંપનીઓએ પણ ખાતરના ભાવમાં રૃા.700 સુધીનો વધારો કર્યો છે. જેથી ખેડૂતોની કમર તૂટી જશે. કોટન એસોસીએશન અને ખેડૂત અગ્રણી જયેશ પટેલ (દેલાડ) કેન્દ્રય નાણામંત્રીને રજુઆત કરી હતી કે છેલ્લા એક વર્ષમાં કોરોનાની માઠી અસર ખેડૂતોને સવિશેષ થઇ છે.

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો પત્ર

ખાતરના ભાવ તોતિંગ વધારા બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રી કૃષિમંત્રીને પત્ર લખીને ખાતરના ભાવ કાબૂમાં લેવા અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે, ગઈ ફેબ્રુઆરીથી ખાતરના ભાવ વધારાના ડાકલા વાગી રહ્યા છે અને સરકાર ખેડૂતોને કહી રહી છે કે કોઈ ડાકલા વાગતા નથી તમે કાન બંધ કરી જાઓ આવો કોઈ ખાતરનો ભાવ વધારો આવવાનો નથી, તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા જાહેર થયેલા ખાતરના ભાવ વધારા બાબતે સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કૃષિમંત્રી રણછોડભાઈ ફળદુ, પુરવઠા મંત્રી જયેશભાઇ રાદળીયા કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલાથી લઈ ભાજપના અનેક મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યોએ કાગરોડ મચાવી હતી કે ખાતરમાં કોઈ ભાવ વધારો આવવાનો નથી. હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. ખેડૂતોને ગુમરાહ કરવામાં સફળ થયેલી ભાજપા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી ગઈ એટલે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખાતરમાં ફરી ભાવ વધારો જીકી દીધો.

મનસુખ માંડવીયાએ ઠાલા આશ્વાન આપ્યા હતા

ખેડૂતોનો વિરોધનો જબરદસ્ત સુર ઉઠ્યો કેન્દ્રમાં બેઠેલા મંત્રી મનસુખભાઇ માન્ડવીયાએ મધ્યસ્થી કરીને જાહેરાત કરી કે ખાતરમાં કોઈ ભાવ વધારો થશે નહીં, ખેડૂતોને ઠાલું આશ્વાસન મળ્યું. મનસુખભાઇ માન્ડવીયા પણ આ ભાવ વધારો રોકી શક્યા નહીં અને મેં મહિનાના પહેલા અઠવાડિયામાં ફરી ખાતરમાં ભાવ વધારો આવ્યો છે.

કૃષિમંત્રી લાજવાના બદલે ગાજવા લાગ્યા

સરકાર પોતે જ જ્યારે ખાતરના નામે ખેડૂતોના ઘરમાં ખાતર પાડે તો ફરિયાદ કોને કરવા જવાની….??? જ્યારે ચોકીદાર જ ચોરી કરે તો ફરિયાદ કોને કરવાની….??? જયારે વાળ જ ચીભળા ગળે તો ફરિયાદ કોને કરવાની….??? સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી, કૃષિમંત્રી, કેન્દ્રિય મંત્રીઓ એ વચન આપ્યું હોય કે ભાવ નહી વધે અને તેમ છતાં કોરોનાકાળની પરિસ્થિતિમાં આફ્તને જાણે અવસર સમાન ગણી ખાતરમાં ભાવ વધારો જીકી દેવામાં આવે અને સરકારના કૃષિમંત્રી લાજવાને બદલે ગાજતા કહે કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો આવ્યો છે એટલે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ પાસે ભાવ વધારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે મારે આપના મંત્રીઓને યાદ કરાવવું જોઈએ કે અગાઉ 2008 થી 2014 વચ્ચે પેટ્રોલિયમ પેદાશોનો જે ભાવ હતો એ આજે પણ નથી તેમ છતાં UPA સરકારે ખાતરમાં ભાવ વધારો કરવાની છૂટ કંપનીઓને આપી નહોતી એટલે ખેડૂતોને ખાતરના ભાવ વધારાનો માર સહન કરવાનો વારો આવ્યો નહોતો.

જો ભાવ વધારો કાબૂમાં નહીં આવે તો હજારો ખેડૂતો કરશે આંદોલન

વધુમાં જણાવ્યુ છે કે, આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અત્યારે ઉપર ચોમાસું દસ્તક દઈને ઉભું છે ત્યારે ખેડૂતોએ વાવણી પહેલાનું પૂર્વાયોજન કરવા(કોરોના સામે સરકાર ભલે પૂર્વાયોજન ન કરે) ખાતર લેવું અને વાવવું ખૂબ જ જરૂરી છે તો ખેડૂતોને દિવસ 7માં જુના ભાવ પ્રમાણે ખાતર પૂરું પાડવામાં આવે જો દિવસ 7 માં સરકાર ખાતરમાં આવેલો ભાવ વધારો પાછો નહિ ખેંચે તો આવનારી તારીખ 19 મે 2021 ને બુધવારના દિવસે ગુજરાતના હજારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે.

પહેલા તબક્કામાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાતનો દરેક ખેડૂત તારીખ 19 મે 2021 ને બુધવારના દિવસે પોતાના ઘરે કે ખેતરમાં કામ કરતા કરતા એક દિવસના ઉપવાસ કરશે. જો તેમ છતાં સરકાર ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચે તો ખેડૂતોએ ન છૂટકે સવિનય કાનૂન ભંગ કરી રોડ પર ઉતરવું પડશે ને તેના માટે સંપૂર્ણપણે આપ અને આપની સરકાર જવાબદાર હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!