GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાન બ્રિટનમાંથી ખરીદાયેલી સ્નાઇપર ગનનો ઉપયોગ કરી રહ્યું છે ભારતીય સૈનિકો વિરૂદ્ધ

Last Updated on June 22, 2019 by Mayur Vora

પાકિસ્તાન બ્રિટનમાંથી ખરીદાયેલી લાઇટ સ્નાઇપર ગનનો ઉપયોગ ભારતીય સૈનિકો વિરૂદ્ધ કરી રહ્યું છે. ત્યારે ગુપ્તચર વિભાગના અહેવાલને છેલ્લી કેટલીક ઘટનાઓથી સમર્થન મળ્યું છે.

પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓની સાથે હથિયારોનો પણ ઉપયોગ કરી રહ્યું છે તે વાત જગજાહેર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં સ્નાઇપર્સ હુમલાની ઘટનાઓ વધી છે.

2018માં સ્નાઇપિંગની ઘટનાઓમાં 14 ભારતીય જવાનો શહીદ થયા. ગત વર્ષે નવેમ્બરમાં ત્રણ જવાનો શહીદ થયા. તે પહેલા સપ્ટેમ્બરમાં પણ ત્રણ સુરક્ષા જવાનોએ સ્નાઇપર હુમલામાં શહીદી વ્હોરી.  સ્નાઇપર ગનથી થયેલા આતંકી હુમલામાં એક સૈનિક અને એક સીઆઇએસએફનો જવાન પણ શહીદ થયો હતો.

પાકિસ્તાન સ્નાઇપિંગ મારફત આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર ભારતીય જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાને એલઓસી પર માછિલ, ઉરી, તંગધાર, પૂંછ, બિંબરગલી, રામપુર, કૃષ્ણાઘાટી અને મેંઢર સેક્ટરની બીજી બાજુ પીઓકેમાં સ્નાઇપર્સ ગોઠવ્યા છે. ગુપ્તચર વિભાગના એલર્ટ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાદળોને એલર્ટ કરી દીધા છે. સાથે જ કોઇ પણ સ્થિતિના સામના માટે તૈયારી પણ કરી છે.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!