GSTV
Home » News » પાક. વડાપ્રધાન બેચેન, કહ્યું, ‘ભારત તરફથી હજી સંકટ ટળ્યું નથી, મોદી ગમે ત્યારે હદ વટાવી શકે’

પાક. વડાપ્રધાન બેચેન, કહ્યું, ‘ભારત તરફથી હજી સંકટ ટળ્યું નથી, મોદી ગમે ત્યારે હદ વટાવી શકે’

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બાલાકોટ એર સ્ટ્રાઈકના એક મહિના બાદ પણ ભારતની સાથે યુદ્ધની આશંકાથી પરેશાન થયા છે. ઈમરાનનુ માનવુ છે કે હજી બંને દેશો વચ્ચે સંકટ ટળ્યું નથી. 26 ફેબ્રુઆરીએ ભારતીય એરફોર્સે (આઈએએફ) ખૈબર પખ્તૂનખ્વાના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. આઈએએફે આ કાર્યવાહી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નિશાન બનાવીને કરી હતી. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં એવા સમયે તણાવ આવ્યો હતો, જ્યારે પાકિસ્તાન એરફોર્સના 24 જેટ જમ્મુ-કાશ્મીરમાં દાખલ થયાં. આ ફાઈટર જેટે ભારતના મિલિટ્રી સંસ્થાનોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ચૂંટણી પહેલા મોટું કરી શકે છે ભારત

પાકિસ્તાની મીડિયાએ ઈમરાન ખાનના હવાલા પરથી લખ્યું છે કે ભારત ‘વૉર હિસ્ટીરિયા’થી ઘેરાયેલું છે. ઈમરાનના માનવા મુજબ, ભારતમાં ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પહેલા ભારતની સરકાર મોટું પગલું ભરી શકે છે. ઈમરાને આ વાત એક ઈન્ટરવ્યૂમાં કહી છે. ઈમરાને પોતાના ઈસ્લામાબાદ ઑફિસમાંથી આ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ઈમરાન મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ‘દુસ્સાહસ’ની કોઈ પણ સીમાને વટાવી શકે છે.

જૈશની સાથે પાકિસ્તાનને કોઈ લેવા-દેવા નથી

એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને આ વાતનો પણ ઈનકાર કર્યો છે કે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કોઈ લેવા-દેવા નથી. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતાં. ઈમરાને વડાપ્રધાન મોદીને આક્રમક નેતા ગણાવ્યા, જે મિસાઈલ હુમલા માટે બેચેન છે.

ભારત કંઈ પણ કરી શકે છે

ઈમરાને વડાપ્રધાન મોદીને મુસલમાન વિરોધી ગણાવ્યા છે અને કહ્યું કે મુસલમાન વિરોધી સરકારે કાશ્મીર જેવા મુદ્દા અંગે વાતચીત કરવી જોઈએ. ઈમરાને કહ્યું, પાકિસ્તાનને સંપૂર્ણ રીતે એલર્ટ રહેવાની જરૂર છે, કારણકે અત્યારે ભારત તરફથી ચૂંટણી પહેલા કશું પણ થાય તેવી સંભાવના છે.

26 અને 27 ફેબ્રુઆરી રહ્યાં ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર

27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના એરફોર્સના 24 ફાઈટર જેટે કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી. એફ-16 અને જેએફ-17 સિવાય મિરાજ-2000 કાશ્મીરમાં દાખલ થયા હતાં. આઈએએફે આ જેટનો પીછો કર્યો અને આ દરમ્યાન વિંગ કમાન્ડર અભિનંદને પોતાના મિગ-21 દ્વારા પાકિસ્તાનના એફ-16ને ઠાર કર્યુ હતું. અભિનંદનનું મિગ-21 ક્રેશ થયુ હતું. આ જેટ પીઓકેમાં પડ્યુ અને પાકિસ્તાને તેમને પકડી લીધા. પાકિસ્તાને એક માર્ચે અભિનંદનને દેશ પાછો મોકલી દીધો હતો.

READ ALSO

Related posts

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel

વિશ્વાસમત દરમિયાન ગેરહાજર રહેલા બસપાના ધારાસભ્યો સાથે માયાવતીએ જે કર્યું તે સાંભળી હવે કોઈ ગેરહાજર નહીં રહે

Mayur

ટ્રમ્પ મુદ્દે રાજનાથ સિંહ નિવેદન આપે તે પહેલા જ વિપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!