GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

લોન લેવાની કુટેવમાં સપડાયેલાં પાકિસ્તાન ઉપર છે આટલાં અબજ ડોલરનું દેવું

પાકિસ્તાની અર્થંતત્ર મરવાના વાંકે જીવી રહ્યું છે. આતંકવાદને જ પોતાની નીતિ માનનારૂ પાકિસ્તાન સમયાંતરે ભીખનો કટોરો લઇને ઠેર ઠેર ઠોકરો ખાધા રાખે છે. જુદા જુદા દેશો અને  નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઇ લઇને પાકિસ્તાન પર આજે દેવાનો ડુંગર ખડકાઇ ગયો છે. એક રીતે કહીએ તો પાકિસ્તાનનું અર્થતંત્ર લોન અને બેલઆઉટ પેકેજ પર જ ચાલી રહ્યું છે.

પાકિસ્તાન પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લોન લેવાની કુટેવમાં સપડાયું છે. માર્ચ-2019માં પાકિસ્તાનનું કુલ દેવુ 85 અબજ ડોલરથી વધી ગયું. ચીનથી લઇને સાઉદી અરબ સુધીના દેશો પાસેથી પાકિસ્તાને નાણા ઉધાર લીધેલા છે. આ ઉપરાંત તેણે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સમક્ષ પણ ભીખનો કટોરો ધર્યો છે.

ગત મે મહિનામાં પાકિસ્તાને 23મી વખત આઇએમએફનો દરવાજો ખટખટાવ્યો હતો. અને આકરી શરતો પર 6 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મેળવ્યું હતુ. આઇએમએફ દ્વારા શરત મુકાઇ હતી કે ચાલુ વર્ષે પાકિસ્તાને પોતાની મહેસૂલી આવકમાં 40 ટકાનો વધારો કરવો પડશે. જો કે જુલાઇમાં આઇએમએફ દ્વારા પાકિસ્તાનને ફટકાર પણ લગાવવામાં આવી હતી.

IMFની ફટકાર

પાકિસ્તાનનું અર્થતંત્ર ગંભીર સંકટમાં છે. ખરાબ આર્થિક નીતિઓ, રેકોર્ડ બજેટ ખાદ્ય, ઢીલી મુદ્રા નીતિ, ઓવરવેલ્યુઝ એક્સચેન્જ રેટનો બચાવ, ટુંકાગાળાના વૃદ્ધિ દરના કારણે પાકિસ્તાન પર મોટા દેવાનું સંકટ છે. આ ઉપરાંત પાકિસ્તાનની વિદેશ મુદ્રાનો ભંડાર પણ ખાલી થઇ રહ્યો છે. આઇએમએફએ કહ્યું કે પાકિસ્તાનમાં ટેક્સને લઇને નબળું તંત્ર, બિઝનેસ માટે અયોગ્ય માહોલ, નુકસાનમાં ચાલી રહેલી સરકારી કંપનીઓ જેવી મહાકાય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાનની આ કંગાળ આર્થિક સ્થિતિ માટે  તેની બિનપારદર્શક  રાજકીય વ્યવસ્થા છે. જે સેનાના ઇશારે નાચે છે. આર્થિક સંકટમાં ઉગરવાના ઉપાયો કરવાના બદલે પાકિસ્તાનના રાજનેતાઓ હજુ પણ ભારતને યુદ્ધની ધમકીઓ આપવામાં વ્યસ્ત છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનની BAT એલઓસી ઉપર કરી રહી છે આંતકીઓની મદદ, ઈન્ડિયન આર્મી હાઈએલર્ટ

Mansi Patel

ઈ-કોર્મસ કંપનીઓને સરકારનો આદેશ: પ્રોડક્ટ્સ પર લખવું પડશે દેશનું નામ, નહીંતર થશે મોટો દંડ

Pravin Makwana

રાજસ્થાનમાં રસાકસી: ભાજપના આ નેતાઓની મનની મનમાં રહી ગઈ, ગેહલોત સરકારને હટાવતા પહેલા પોલીસે કરી ધરપકડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!