GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

નક્ટા પાકિસ્તાનનું નાક વારંવાર કોરાઈ જાય છે, હાફિઝનાં આંતકી સંગઠનો પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી મુકાયો

પાકિસ્તાને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના આતંકી સંગઠનો જમાત ઉદ દાવા અને એફઆઇએફ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું માત્ર નાટક કર્યું છે. આ બન્ને સંગઠનો ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફંડ એકઠુ કરી રહ્યા છે અને તેનો ઉપયોગ બાદમાં આતંકી હુમલામાં કરી રહ્યા છે.

આ બન્ને સંગઠનોની સ્થાપના લશ્કરે તોયબા સાથે સંકળાયેલા આતંકી હાફિઝ સઇદે કરી છે અને પાકિસ્તાનમાં સમાજ સેવાના નામે ખુલ્લેઆમ આતંક ફેલાવી રહ્યો છે. પુલવામા હુમલા બાદ આ બન્ને સંગઠનોના ભંડોળ એકઠા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેવો દાવો પાકિસ્તાને કર્યો હતો. જોકે આ માત્ર જુઠ હતું અને તે પકડાઇ ગયું છે.

પાકિસ્તાની સરકારની વેબસાઇટ નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓથોરિટી (એનસીટીએ)ને સોમવારે અપડેટ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાફિઝ સઇદના આ બન્ને સંગઠનો પર સરકાર નજર રાખી રહી છે. એટલે કે આ સંગઠનો હજુ પણ નજર હેઠળ જ છે, તેના પર પાકિસ્તાન સરકારે કોઇ જ પ્રતિબંધ નથી મુક્યો. આ પહેલા ઉપરા ઉપરી બે વખત પાકિસ્તાને દાવા કર્યા હતા કે અમે જમાત ઉદ દાવા પર આકરા પગલા લીધા છે.

પહેલા રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અમે ફંડ ઉઘરાવવા પર પ્રતિબંધ મુક્યો છે, બીજા રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમે જમાત ઉદ દાવાના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દીધા છે. જમાત ઉદ દાવા લશ્કરે તોયબા માટે કામ કરી રહ્યું છે અને પાકિસ્તાનની જનતા તેમજ અન્ય દેશોમાંથી સમાજ સેવાના નામે પૈસા એકઠા કરે છે, જેનો ઉપયોગ બાદમાં ભારત જેવા દેશોમાં આતંકવાદ ફેલાવવા, કાશ્મીરમાં હિંસા ભડકાવવા અને અલગાવવાદીઓને આર્થીક મદદ માટે કરી રહ્યું છે.

READ ALSO

Related posts

NEET-JEE પરીક્ષાઓ મોકૂફ રાખતા GUJCET પર પણ પ્રશ્નાર્થ, હાલ નહિ લેવાય પરીક્ષા?

Bansari

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!