GSTV
Home » News » ફિક્સર નીકળ્યો પાકિસ્તાનનો આ દિગ્ગજ ક્રિકેટર, બે ખેલાડીઓને આપી લાંચ

ફિક્સર નીકળ્યો પાકિસ્તાનનો આ દિગ્ગજ ક્રિકેટર, બે ખેલાડીઓને આપી લાંચ

પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદ ટી-20 સ્પોટ ફિક્સિંગ મામલે સાથી ક્રિકેટરોને લાંચ આપવાના ષડયંત્રમાં દોષી સાબિત થયો છે. નાસિરે પોતાનો દોષ સ્વીકારી લીધો છે. 33 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટર પર ઇંગ્લેન્ડની એક કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ સોમવારે તેણે પોતાની અરજી બદલી નાંખી. આ મામલે અન્ય આરોપી સુફ અનવર અને મોહમ્મદ એજાઝે ટ્રાયલ શરૂ થતાં પહેલાં જ જમશેદ દ્વારા લાંચ આપવામાં આવી હોવાની વાત કબૂલી લીધી હતી.

પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને ટી-20 સ્પોટ ફિક્સિંગ મામલે સાથે ક્રિકેટરોને લાંચ આપવાના ષડયંત્રમાં સામેલ હોવાનો દોષી સાબિત થયો છે.

બે અન્ય વ્યક્તિઓ યુસુફ અન્વર અને મોહમ્મદ એઝાઝે પીએસએલ ખેલાડીઓને લાંચની રજૂઆતની વાત કબૂલી છે. ત્રણેયની સજા ફેબ્રુઆરીમાં નક્કી કરવામાં આવશે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે 2016માં બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં પણ ફિક્સિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે પીએસએલ 2017માં મેચ ફિક્સ કરી હતી.

બંને મામલે આ ઓપનિંગ બેટ્સમેને એક ઓવરના પહેલા બે બોલ પર રન ન બનાવ્યા, જે બાદ તેને રૂપિયા આપવામાં આવ્યા.

જમશેદે પીએસએલમાં નવ ફેબ્રુઆરીના રોજ ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર જલ્મી વચ્ચે દુબઇ ખાતે રમાયેલી મેચમાં ખેલાડીઓને ફિક્સિંગ માટે ઉશ્કેર્યા હતા. જમશેદે પાકિસ્તાન માટે ટેસ્ટ, વન ડે અને ટી-20 મેચ રમી છે.

પાકિસ્તાન માટે 48 વન ડે અને 18 ટી-20 મેચ રમી ચુકેલા જમશેદને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમે ગત વર્ષે 10 વર્ષ માટે ક્રિકેટમાંથી બેન કરી દીધો હતો. નાસિર પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની સાત ધારાઓના ઉલ્લંઘનનો આરોપ હતો. તેમાં ટ્રિબ્યૂનલે નાસિરને પાંચમાં દોષી ઠેરવ્યો હતો. તેણે વારંવાર નિયમોનો ભંગ કર્યો હતો. 2017ની શરૂઆતમાં ક્રિકેટમાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ કર્યા બાદથી જ જમશેદ પીસીબીની રડાર પર હતો. તેણે ફેબ્રુઆરી 2017માં બ્રિટનથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

Read Also

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah

શું તમારી ઉંચાઈ ઓછી છે ? તો ચિંતા ન કરો લગ્ન કરવા માટે બેસ્ટ છો તમે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!