GSTV

‘Garlic એટલે આદુ’, જાણો પાકિસ્તાનના મંત્રી એવું તો શું બોલી ગયા કે સોશિયલ મીડિયા પર થયો ફજેતો

પાકિસ્તાન

Last Updated on November 24, 2021 by Bansari

સોશિયલ મીડિયા અને પાકિસ્તાન…આ બે એવી જગ્યાઓ છે જે દરરોજ ઈન્ટરનેટની ટ્રોલ આર્મીને મજેદાર વસ્તુઓ પૂરી પાડતી રહે છે. પાડોશી દેશ પાકિસ્તાન દરરોજ કોઈને કોઈ કારણોસર પોતાનો ફજેતો કરાવતું રહે છે. ક્યારેક આ દેશના ખેલાડીઓ એવું કામ કરે છે જેનાથી આખા દેશની બદનામી થાય છે તો ક્યારેક અહીંના નેતાઓ કંઈક એવું બોલે છે જેનાથી તેઓ ટ્રોલ થઈ જાય છે. હવે આ જ કડીમાં પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીનું નામ જોડાયું છે. તેણે કંઈક એવું કહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોક્કસ હસી પડશો.

પાકિસ્તાનના આ મંત્રીના જ્ઞાન પર સવાલ ઉઠ્યા

હકીકતમાં પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી Garlic (લસણ)ને આદુ ગણાવીને ચોતરફ ફસાઇ ગયા છે. હવે લોકો તેને આ અંગે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ પાકિસ્તાનના આ મંત્રીના જ્ઞાન પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. આ વીડિયો પત્રકાર નાયલા ઇનાયતે શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 1 લાખ 64 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. જ્યારે 5 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

વાયરલ વીડિયો ક્લિપમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરી મોંઘવારી મુદ્દે સવાલોના જવાબ આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ફવાદ કહે છે, ‘ગાર્લિકનો મતબલ આદુ થાય છે. આદુના ભાવમાં પણ ઘટાડો થયો છે.’ જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આદુ અને લસણ બંને અલગ વસ્તુઓ છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફવાદ ચૌધરી ટ્રોલ થઈ રહ્યો છે.

પાકિસ્તાન

સોશિયલ મીડિયા પર ઉડી મજાક

એક યુઝરે કટાક્ષ કરતા કમેન્ટ કરી કે, ‘કોઈએ વચ્ચે લસણ પણ કહ્યું, પરંતુ તે પછી પણ…’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આદુ જેવો તો તે પોતે લાગે છે.’ અન્ય એક યુઝરે લસણની તસવીર પોસ્ટ કરી. સાથે કોમેન્ટ કરી. . ‘ચાલો, ફવાદ જી, જલ્દી મને કહો કે આ શું છે. નહિંતર, તમારા કાન પકડીને ક્લાસની બહાર ઊભા રહો.

તમને જણાવી દઈએ કે ફવાદ ચૌધરી અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંકે છે. તાજેતરમાં તેણે દાવો કર્યો હતો કે તેમને ભારત તરફથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી અને ભારત પાકિસ્તાનનો મુકાબલો ન કરી શકે. ત્યારે ફવાદ ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે જો કોઈના તરફથી દેશને કોઈ ખતરો છે તો તે આપણી અંદર એટલે કે પાકિસ્તાનથી છે.

Read Also

Related posts

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર/ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!