GSTV
Gujarat Government Advertisement

કાવતરું/ પાકિસ્તાનના ISI ટેરર મોડયુલનો પર્દાફાશ, આતંકી સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ

આતંકી

Last Updated on April 8, 2021 by Bansari

પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈના નવા ટેરર મોડયુલ દ્વારા દેશની આંતરિક સુરક્ષા જોખમમાં મુકવાના કાવતરાનો પર્દાફાશ કરીને ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓએ કાલુપુરમાં રેડીમેઈડ કપડાની સાત દુકાનોમાં આગ ચાંપી હતી. આ કૃત્ય માટે તેમને વિદેશમાંથી બાબા ભાઈ નામના શખ્સે દોઢ લાખ રૃપિયા દુબઈથી આંગડીયા દ્વારા મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય પોલીસને બાબાના ફેસબુક એકાઉન્ટમાં ધાર્મિક કટ્ટરતા દર્શાવતા સ્લોગનો પણ મળી આવ્યા છે.

આ કેસની વિગત મુજબ ૨૦ માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે કાલુપુરમાં રેવડી બજાર એકસ્ટ્રા ગલી ખાતે આવેલા એ.કે.શાહ બિલ્ડીંગ તથા એ.એમ.એ ધરમશાલા સ્થિત સાતેક કાપડની દુકાનોમાં આગ લાગી હતી. જેમાં રેડીમેઈડ કપડા, ફર્નિચર તથા અન્ય સામાન મળીને કુલ ૫૪ લાખનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. જોકે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.

બીજીતરફ તપાસમાં આગની આ ઘટનામાં પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ (ઈન્ટર સર્વિસ ઈન્ટેલીજન્સ)ના એજન્ટો મારફતે ભારતીય નાગરિકોને નાણાકીય પ્રલોભનો આપીને દેશની આંતરિક સુરક્ષા તેમજ આર્થિક પરિસ્થિતી જોખમાય તેવું કાવતરૃ ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ કેસની તપાસ તાત્કાલિક ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. જેમાં એડિ.પોલીસ કમિ?નર પ્રેમવીર સિંઘ ડીસીપી ચૈતન્ય મંડલીકનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી.ચુડાસમા , પી.આઈ નિખીલ બ્રહ્મભટ્ટ વેગેરની ટીમે તપાસ હાથ ધરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ આનંદભાઈ વણઝારા, અનિલ રણજીતભાઈ ખટીક અને અંકિત ઈશ્વરભાઈ પાલનાનો સમાવેશ થાય છે.

આતંકી

પુછપરછમાં ભુપેન્દ્રએ ક્રાઈમ બ્રાંચને જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન ફેસબુકના માધ્યમથી તે ભાઈ ઉર્ફે બાબા ભાઈ ઉર્ફે બાબા ભાઈ કંપની ઉર્ફે રાજા ભાઈ કંપની નામથી ફેસબુક એકાઉન્ટ ધરાવતા શખ્સના સંપર્કમાં આવ્યો હતો. જેમાં બાબા ભાઈએ વાતચીત દરમિયાન દસથી પંદર દુકાનો સળગાવવાનું કામ કરવા બદલ રૃ.૧,૫૦,૦૦૦ આપશે, એમ કહ્યું હતું.

આથી ભુપેન્દ્રએ રેડી બજાર ખાતે આવેલી કાપડની દુકાનોની રેકી કરી હતી. બાદમાં પોતાના જુના મિત્રો અનિલ ખટીક અને અંકીત પાલનાની મદદ લઈને ૨૦ માર્ચના રોજ રાત્રે પેટ્રોલ વડે સાતેક દુકાનોમાં આગ ચાંપી દીધી હતી.

આમ વિદેશમાં રહેતા ભાઈ ઉર્ફે બાબા ભાઈ ઉર્ફે બાબા ભાઈ કંપની નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવતા શખેસ નવુ જ ત્રાસવાદી મોડયુલ અપનાવીને પોતાની ઓળખ છુપાવીને ભારતીય નાગરિકોને આર્થિક પ્રલોભનો આપીને દેસની આંતરિક સુરક્ષા જોખમાય તેવી રીતે જાનહાની, આર્ખિત નુકશાની અને આતંક ફેલાવવાની દેશ વિરોઝી પ્રવૃતિ કરતો હોવાનું જણાયું હતું.

બાબા ભાઈએ ફેસબુક એકાઉન્ટમાં ધાર્મિક કટ્ટરતા દર્શાવતા સ્લોગનો મુક્યા હતા

ભાઈ ફર્ફે બાબા ભાઈ ઉર્ફે બાબા ભાઈ કંપની ઉર્ફે રાજા ભાઈ કંપની નામથી ફેસબુક એકાઉન્ટનું એનાલિસીસ કરાતા આરોપી પોતાના નામો બદલતો રહેતો હતો. તેના પ્રોફાઈલ પિક્ચર તરીકે હાજી મસ્તાન અને અન્ય ગેંગસ્ટરના ફોટા અને માફિયાભાઈ વગેરે સિમ્બોલ મુકેલા છે. તે સિવાય ફેસબુક એકાઉન્ટમાં ઈસ્લામ અઈઝ અવર સોલ, નોલેજ ફોર વર્લ્ડ મુસ્લિમ , યુવા અમન સામાજીક વિકાસ કેન્દ્ર બહાદુરગંજ ૮ નામના બે પેજ તેની વોલ પર લાઈક કરેલા જણાયા હતા. આ બન્ને પેજ નેપાળથી ઓપરેટ થાય છે. જેમાં ધાર્મિક કટ્ટરતા દર્શાવતા સ્લોગનો જેવા કે યહી આરઝુ કી તાલીમે કુરાન આમ હોય જાયે, હર એક પરચમ સે ઉંચા પરચમે ઈસ્લામ હો જાયે લખેલું હતું. આ બન્ને પેજ એક જ વ્યક્તિ ઓપરેટ કરતી હોવાનું પણ જણાયું હતું.

આતંકી

બનાવની જાણ યુટયુબમાં ન્યુઝ વિડિયો શેર કર્યો

ભપેન્દ્રએ તેના સાગરીતો સાથે દુકાનોમાં આગ લગાવ્યા બાદ આ બનાવની જાણ યુટયુબ ન્યુઝ વિડીયો શેર કરીને બાબા ભાઈને કરી હતી. આથી બાબા ભાઈએ રૃ.૧,૫૦,૦૦૦નું આંગડીયુ દુબઈ-મુંબઈ-અમદાવાદ દ્વારા ભુપેન્દ્રને મોકલી આપ્યું હતું. અગાઉ પણ ભુપેન્દ્ર વણઝારાએ બાબા ભાઈના ઈશારે તિરૃપતી એસ્ટેટ પેપરની ફેકટરીમાં આગ લગાવવાનું કાવતરૃ ઘડયું હતું.

ભુપેન્દરને નામચીન વ્યક્તિની હત્યા કરવાનું કામ પણ સોંપાયું હતું

ભુપેન્દ્રને જુલાઈ ૨૦૨૦માં અમદાવાદમાં કોઈ બે નંબરનું કામ કરતા નામચીન વ્યક્તિની હત્યા કરવા માટે બાબા ભાઈએ હથિયાર ખરીદવા માટે રૃ.૨૫,૦૦૦ તેના એકાઉન્ટમાં પેટીએમથી ટ્રાન્સફર કર્યા હતા. આ કામ માટે ભુપેન્દ્રએ પોતાના મિત્ર કુલદીપ જાંગીડ મારફતે ઈન્દોર જઈને મદ્યપ્રદેશના સેંધવા ગામમાંથી પિસ્ટલ ખરીદી હતી. જોતે કે હથિયાર લઈને પરત આવતો હતો ત્યારે સેવાલીયા પાસે પકડાઈ ગયો હતો અને એક અઠવાડીયુ જેલમાં રહ્યો હતો.

કાલુપુરવાલા કામ હો ગયા હે… મેસેજને આધારે કાવતરાનો પર્દાફાશ થયો

શહેર પોલીસ કંમિશનર સંજય શ્રીવાસ્તવને થોડા સમય પહેલા કોઈ એજન્સી દ્વારા આંતરવામાં આવેલા ફોનની માહિતી આપવામાં આવી હતી. જેમાં ફક્ત કાલુપુરવાલા કામ હો ગયા હે એવો નાનકડો મેસેજ હતો. આથી તેમણે ક્રાઈમ બ્રાંચને તપાસ કરવા કહ્યું હતું. જોકે કાલુપુરમાં કોઈ એવી મોટી ઘટના બની ન હતી. પરંતુ રેવડી બજારમાં સાત દુકાનોમાં આગની ઘટના બની હતી. તે પણ અકસ્માત હોવાનું જે તે સમયે જણાયું હતું. પરંતુ પોલીસે સીસીટીવી ચકાસતા આગ લગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!