GSTV
Home » News » પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આલોપ્યો કાશ્મીર રાગ, કહ્યુ- દરેક પાકિસ્તાનીનાં લોહીમાં છે કાશ્મીર

પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આલોપ્યો કાશ્મીર રાગ, કહ્યુ- દરેક પાકિસ્તાનીનાં લોહીમાં છે કાશ્મીર

લાંબા સમયના વિરામ બાદ સક્રિય રાજનીતિમાં પરત ફરી રહેલા પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર પરવેઝ મુશર્રફે પણ કાશ્મીર રાગ આલાપ્યો છે. પરવેઝ મુશર્રફે જણાવ્યું કે કાશ્મીર એ પાકિસ્તાનના લોહીમાં છે.

ગમે તે થાય અમે અમારા કાશ્મીરી ભાઇઓ સાથે છીએ. પાકિસ્તાનના લોકો અને સેના પોતાના લોહીની આખરી બુંદ સુધી કાશ્મીર મુદ્દે સંઘર્ષ કરતી રહેશે. પાકિસ્તાનના સૈન્યની સાથે સમગ્ર દેશ કાશ્મીરના લોકો સાથે ઉભો છે.

હાલ દુબઇ રહેલા મુશર્રફે કારગીલ યુદ્ધનો પણ ઉલ્લેખ કરી આરોપ લગાયો કે પાકિસ્તાનના શાંતિના પ્રયાસો છતાં ભારત વારંવાર પાકિસ્તાનને ધમકી આપી રહ્યું છે.

મુશર્રફે શેખી મારતા કહ્યું કે ભારતીય સૈન્ય કારગીલની લડાઇ ભૂલી ગઇ લાગે છે. વર્ષ 1999માં થયેલા કારગીલ યુદ્ધને ખત્મ કરવા માટે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિની મદદ માંગવી પડી હતી.

READ ALSO

Related posts

નેપાળમાં ભીષણ દુર્ઘટના : તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં પડી, 14 લોકોનાં મોત

Mansi Patel

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!