GSTV
Home » News » પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ , વડાપ્રધાન ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં

પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ , વડાપ્રધાન ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં

વડા પ્રધાન ઇમરાન ખાન મોટી મુશ્કેલીમાં ફસાયા છે. દેશના ખર્ચને ચલાવવા માટે તેમની સરકાર પાસે રૂપિયા નથી. પાકિસ્તાની સરકાર કર દ્વારા કેટલો પૈસા ભેગો કરે છે, તેના કરતા તો ઋણનો અર્ધો ભાગ વ્યાજ ચૂકવવામાં જતો રહે છે. દેશની આર્થિક વિકાસની ગતિ લગભગ અડધી રહી છે. ઈમરાન ખાનએ દેશના લોકોને પ્રામાણિકપણે ટેક્સ ભરપાઈ કરવાનું કહ્યું છે. તે જ સમયે, તે સૂચના આપવામાં આવી છે કે પાકિસ્તાનીઓએ 30 જૂન સુધી તેમની બેનામી સંપત્તિ જાહેર કરી નાખે.

જો 30 જૂન સુધીમાં તેમની અનામિક મિલકત જાહેર કરશે નહીં, તો તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. ઇમરાને દાવો કર્યો છે કે પાકિસ્તાની સરકાર પાસે દરેક અનામી મિલકત ધારકોની વિગતો છે.

પાકિસ્તાનમાં આર્થિક કટોકટી કેટલી વધારે કથળી છે. તેનો અંદાજો આ બાબત પરથી લગાવવામાં આવે છે. કે તેના સંદર્ભમાં વડા પ્રધાન ઈમરાન ખાને દેશને વિશેષ સંદેશો આપવો પડ્યો હતો. સોમવાર, 10 જૂનના રોજ તેમના સંદેશમાં ઇમરાન ખાને પાંચ મહત્તવની વાતો કહી હતી.

1- છેલ્લા 10 વર્ષોમાં, પાકિસ્તાનનું દેવું 6,000 અબજથી વધીને 30,000 અબજ રૂપિયા સુધી પહોંચ્યું છે.
2- 4,000 અબજ રૂપિયા પ્રતિ વર્ષ દેશમાં કરવેરામાંથી આવે છે. તેની અડધી રકમ એટલે કે રૂ. 2,000 અરબ રૂપિયા લોનની ચુકવણીમાં જાય છે.
3- જે 2,000 અબજ રૂપિયા બચે છે, તેનાથી દેશને ચલાવી શકાશે નહીં.
4 – પાકિસ્તાનીઓ ઈમાનદારીથી કરની ચૂકવણી કરે
5- પાકિસ્તાનીઓ 30 મી જૂને તેમની બેનામી સંપત્તિ જાહેર કરે, નહીં તો સરકાર તરફથી કડક પગલાં લેવામાં આવશે.

વિશ્વના મુખ્ય આર્થિક સંસ્થાઓ શું કહે છે?
1- વિશ્વ બેંક અનુસાર, પાકિસ્તાની અર્થતંત્ર હજુ વધારે નીચે પડશે.
2- ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ મુજબ, પાકિસ્તાનનો ખજાનો અંતની કગાર પર છે. ટૂંક સમયમાં ખાલી થઈ જશે.

READ ALSO

Related posts

આ 7 નેચરલ ડોક્ટર્સની પાસે છે તમારી દરેક બીમારીનો ઈલાજ

Mansi Patel

પી. ચિદમ્બરમના નિવાસસ્થાન પર પહોંચી સીબીઆઈ, થઈ શકે છે ધરપકડ

Kaushik Bavishi

ચંદ્રયાન-2નો સૌથી જટીલ તબક્કો પૂર્ણ: 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે, ISROએ આપી માહિતી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!