GSTV
Home » News » પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત દયનીય, સામાન્ય જનતા મોંઘવારીના બોજ તળે

પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત દયનીય, સામાન્ય જનતા મોંઘવારીના બોજ તળે

પાકિસ્તાનની આર્થિક હાલત વર્તમાન સમયમાં અત્યંત દયનીય થઈ ગઈ છે. મોંઘવારી, દેવું અને રૂપિયો તો એટલી હદે ગબડી રહ્યો છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો જે વિશ્વમાં અમેરિકન ડોલરની સરખામણીએ સૌથી નીચે ગયો છે. જેનો માર પાકિસ્તાનની સામાન્ય જનતા ભોગવી રહી છે. ગબડતા રૂપિયાને કારણે મોંઘવારી બેહદ વધી ગઈ છે.

રૂપિયામાં નબળાઈ અમેરિકન ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયો ગુરૂવારે સૌથી નીચલા સ્તરે 153.50 રૂપિયે આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એટલે કે મે 2019માં પાકિસ્તાનના રૂપિયાની દુનિયામાં સૌથી મોટા ડ્રોપ સાથે બંધ રહ્યો હતો. આ અગાઉ પાકિસ્તાનમાં ઈદની રજાઓને પગલે છેલ્લા સપ્તાહે લાંબા સમયથી કારોબાર બંધ હતો. SBPની ચેતવણી પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિટીક્સ પ્રમાણે, ત્યાંનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ 9 ટકની ઉપર છે.

જેનાથી લોકોની ખરીદ ક્ષમતા ઓછી થઈ રહી છે. ત્યારે હવે પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્ક SBP (State Bank of Pakistan) એ ચેતવણી આપી છે કે, જો મોંઘવારી નહિં અટકે તો દેશની આર્થિક હાલત કાબૂ બહાર જતી રહેશે.

ઉલ્લેખનીય છે કે, SBPએ વ્યાજ દરો વધારીને 12.25 ટકા કરી દીધા છે. આ પગલું મોંઘવારીને કાબૂમાં લેવા ઉઠાવવામાં આવ્યું છે. SBPએ ચેતવણી આપતા કહ્યું છે કે, પાકિસ્તાનમાં આગામી નાણાકીય વર્ષમાં મોંઘવારી ચરમ સીમા પાર કરશે.

READ ALSO

Related posts

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva

ભરૂચમાં ચોરને પકડવા પોલીસનું દિલધડક ઓપરેશન, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Riyaz Parmar

ખાનગી ક્ષેત્રની સૌથી બેંકે ગ્રાહકોનો આપ્યો મોટો ઝટકો, બેન્કે FD પર લીધો આ નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!