GSTV

આખરે કેમ દર વર્ષે પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદે છે ચીન, લાખોમાં હોય છે તેની કિંમત

Last Updated on February 6, 2021 by Mansi Patel

પાકિસ્તાન અને ચીન બંનેની મિત્રતા અને સંબંધો પર કોઈ આંગળી ઉઠાવી શકતું નથી. ચીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) દ્વારા ચીને દેશમાં ભારે રોકાણ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે કથળેલી આર્થિક સ્થિતિથી પીડાતા પાકિસ્તાનને આ સમયે ગધેડાઓની મોટી મદદ મળી રહી છે. આ ગધેડાઓ ચીનમાં પણ નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાનનાં ગધેડાની મિત્ર દેશમાં ભારે માંગ છે. જાણો ચીનમાં પાકિસ્તાની ગધેડાઓની માંગ સાથે જોડાયેલી આ ખાસ વાત.

ઇમરાનના આવ્યા પછી સંખ્યામાં વધારો થયો

વર્ષ 2020માં આવેલાં એક અહેવાલમાં જણાવાયું છે કે, જ્યારથી પ્રધાનમંત્રી ઈમરાન ખાને સત્તા સંભાળી છે, ત્યારથી દેશમાં ગધેડાઓની વસ્તીમાં તેજીથી વધારો થયો છે. આર્થિક સર્વે 2019-2020 અનુસાર, ઇમરાન સરકારના આગમન પછી દેશમાં ગધેડાઓની સંખ્યામાં 200,000નો વધારો થયો અને 5.5 મિલિયન પહોંચી છે. આ સાથે, ગધેડાઓની વસ્તીમાં પાકિસ્તાન વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. જ્યારે ઘોડાઓ, ઉંટો અને અન્ય પ્રાણીઓની વસ્તી સમાન છે. પાકિસ્તાનમાં, ગધેડો એકમાત્ર પ્રાણી છે, જેની વસ્તી 2001/02 બાદથી 100,000 ના દરે વધી છે. જો કે, છથી આઠ વર્ષ પછી પણ, અન્ય પ્રાણીઓની સંખ્યામાં બહુ વધારે બદલાવ થયો નથી.

ગધેડાઓની વસ્તીમાં ત્રીજા નંબરે

સૌથી રસપ્રદ વાત એ છે કે, જ્યાં સુધી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ની સરકાર સત્તામાં રહી,ત્યાં સુધી દર વખતે ગધેડાની સંખ્યા માત્ર 0.4 મિલિયનના દરે વધી છે. પરવેઝ મુશર્રફ જ્યારે દેશના રાષ્ટ્રપતિ હતા, ત્યારે એક દાયકામાં ગધેડાઓની વસ્તીમાં 500થી વધીને 600 હજાર થઈ ગઈ હતી.

જ્યારે, 1999માં, પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના બે વર્ષના કાર્યકાળ દરમિયાન, ગધેડાઓની વસ્તી લગભગ એટલી જ હદ સુધી વધી હતી. પાકિસ્તાન વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે જ્યાં ગધેડાઓની વસ્તી સૌથી વધુ છે. પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા પાંચ મિલિયન એટલે કે 50 લાખને પાર થઈ ગઈ છે. એટલું જ નહી પંજાબ પ્રાંતમાં લાહોર એકમાત્ર જગ્યા છે જ્યાં ગધેડાઓની વસ્તી સૌથી વધુ છે.

પાકિસ્તાનનાં ગધેડાઓનું શોખીન છે ચીન

વર્ષ 2008.2009માં ગધેડાઓની વસ્તી 4.5 મિલિયન હતી જ્યારે 2018-2019માં આ આંકડો વધીને 5.4 મિલિયન થઈ ગયો છે. વર્ષ 1997-1998માં દેશમાં ગધેડાઓની સંખ્યા 3.2 મિલિયન હતી જ્યારે 1999-2000માં આ સંખ્યા 3.8 પર પહોંચી ગઈ હતી. પાકિસ્તાનમાંથી મોટાભાગના ગધેડાઓ ચીનમાં નિકાસ કરવામાં આવે છે. અહીં ગધેડાઓનો ભાવ સૌથી વધુ છે.

પાકિસ્તાનથી આવતા ગધેડાઓનો ઉપયોગ ચીનની પરંપરાગત દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. ગધેડાઓની સ્કિનથી ચીનમાં જિલેટીનનું નિર્માણ થાય છે.ચીનમાં નિષ્ણાતો માને છે કે દવાઓ માટે ગધેડાની ત્વચા વધુ સારી છે. અહીં ગધેડાની સ્કિનમાંથી દવાઓ લોહી વધારવા અને ઈમ્યૂનિટી વધારવા માટે બનાવવામાં આવે છે. પાકિસ્તાનમાં ગધેડાના માલિકો 1000 થી 1500ના ભાવે ગધેડો વેચે છે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!