GSTV
Home » News » પાકિસ્તાનની ક્રિકેટ ટીમને વધુ અેક ફટકો, અા દેશે પણ રમવાની ના પાડી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને વધુ અેક ફટકો, અા દેશે પણ રમવાની ના પાડી

પાકિસ્તાનમાં સરકાર ભલે બદલાઈ ગઈ હોય પણ વિશ્વમાં પાકિસ્તાનને અાતંકવાદીઅોના દેશનું લેબલ હવે રીતસરનું નડી રહ્યું છે. ક્રિકેટરોની બસ પર થયેલા અાતંકવાદી હુમલા બાદ કોઈ પણ દેશ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માગતો નથી. પીસીબીના ઘણા પ્રયત્નો છતાં કોઈ પણ દેશ અા ચેલેન્જને સ્વીકારવા માગતો નથી. જેને પગલે પીસીબીની ખસ્તા હાલત થવા લાગી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ફરી અેકવાર જોરદાર ઝાટકો વાગ્યો છે. સુરક્ષા કારણોના કારણે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં મેચ રમવાથી સાફ ઇન્કાર કરી દીધો છે. ખરેખર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઓક્ટોબરમાં દુબઇમાં યોજાનાર ટી-20 સીરીઝને પાકિસ્તાનમાં શિફ્ટ કરવા ઇચ્છી રહ્યું હતું, પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેમના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.

વર્ષ 2008માં લાહોરમાં શ્રીલંકાઇ ટીમ પર હુમલા બાદથી જ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ટીમો આવી નથી રહી. જેના પછીથી જ પાકિસ્તાનનાં તમામ આયોજનો સાઉદી અરબમાં થાય છે.

બ્લેકકૈપ્સના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ક્રિકેટની બહાલીની કોશિશો પર ખુબ મોટો ઝટકો વાગ્યો છે. બંન્ને દેશો વચ્ચે ઓક્ટોબરમાં 3-3 મેચની વન ડે ઓને ટી-20 સીરીઝ રમાવાની હતી. જેનું આયોજન દુબઇમાં થશે. પીસીબી તેને પાકિસ્તાનમાં રમાવાના પક્ષમાં હતું.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!