GSTV
Home » News » LoC પર બેટ હુમલાનું કાવતરું ઘડી રહ્યુ છે પાકિસ્તાન, સેના હાઈએલર્ટ પર

LoC પર બેટ હુમલાનું કાવતરું ઘડી રહ્યુ છે પાકિસ્તાન, સેના હાઈએલર્ટ પર

ભારત-પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહેલા તણાવ વચ્ચે એક મહત્વની માહિતી મળી રહી છે, તે મુજબ પાકિસ્તાન સેના અને આતંકી એલઓસી પર કેરન અને ગુરેજ સેકટરમાં બેટ એકશન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. 5 ઓગસ્ટ પછી પાકિસ્તાને એલઓસી પર 100 જેટલાં એસએસજી કમાન્ડ તહેનાત કર્યા છે.

બેટ ટીમમાં પાકિસ્તાન સેનાના કમાન્ડો અને આતંકીઓ હોય છે, જેઓ તક સાધીને અને ગાઢ અંધારાનો લાભ લઈને કાયરોની જેમ હુમલાઓ કરે છે. આ હુમલાની આશંકા જોતા સમગ્ર એલઓસી પર ભારતીય સેના હાઈએલર્ટ પર છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન કાશ્મીરમાં કંઈક ગરબડ કરવાના પેંતરામાં છે પરંતુ તેઓને સફળતા નથી મળી રહી.

ત્યારે હતાશ થયેલું પાકિસ્તાન આ પ્રકારના હુમલાઓની તૈયારીઓ કરી રહ્યું છે.  5 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 8 આતંકીઓ ઠાર થયા છે. ત્યારે હવે ગભરાયેલા પાકિસ્તાન પાસે બેટ એકશન લીધા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી તેવું માનવામા આવી રહ્યું છે. પાકિસ્તાને ગત વર્ષે બેટ એકશન 3 ઓગસ્ટે કેરન સેકટરમાં કર્યુ હતું ત્યારે તેમના પાંચ જવાનો માર્યા ગયા હતા.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!