GSTV
Home » News » પાકિસ્તાનીઓએ ગૂગલ પર વધુ વખત સર્ચ કર્યું મોદીનું નામ, રાહુલ તો….

પાકિસ્તાનીઓએ ગૂગલ પર વધુ વખત સર્ચ કર્યું મોદીનું નામ, રાહુલ તો….

Ahmedabad West seat

ગઇ કાલે સાંજે લોકસભાની ચૂંટણીના અંતિમ તબકકાનું મતદાન પૂરૂ થયું એ સાથે જ એકઝિટ પોલ આવવા લાગ્યા અને તેમાં ભાજપ અને સહયોગી પક્ષોની સરકાર બની રહયાનું  જણાવાય છે. ત્યારે એક રસપ્રદ બાબત એ બહાર આવી છે કે ભારતમાં ગૂગલ પર જેટલા લોકોએ મોદી સર્ચ કર્યું છે. તેના કરતા પાકિસ્તાનમાં વધારે વખત મોદી સર્ચ કરાયું હોવાનું જાહેર થયું છે.

તેમાં ય કોંગ્રેસ  અધ્યક્ષ રાહુલ ગાંધી તો મોદીથી કયાંય પાછળ જોવા મળ્યા હતા. છેલ્લા ર૪ કલાકમાં ગૂગલ સર્ચના આંકડા પર નજર કરીએ તો નરેન્દ્ર મોદી કી વર્ડને રાહુલ ગાંધી કરતા ૬ ગણો વધારે સર્ચ કરવામાં આવ્યો હતો. ગૂગલ સર્ચ પર નરેન્દ્ર મોદીને ૮૭ ટકા  તો રાહુલ ગાંધીને ૧૩ ટકા સર્ચ કરવામાં આવ્યા હતા અને તેમાં એક ચોંકાવાનારી એ બાબત સામે આવી હતી કે નરેન્દ્ર મોદીને સૌથી વધુ પાક.માંથી સર્ચ કરવામાં આવ્યા હતા.

ગૂગલ સર્ચના પરિણામ મુજબ  ૧૯ મે ર૦૧૯ના સાંજે ૪.ર૬ કલાકથી લઇ ર૦ મેના બપોરના ૧૧.રર વાગ્યા સુધીમાં નરેન્દ્ર મોદી કી-વર્ડને સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી  અને રાહુલ ગાંધી કી-વર્ડને સૌથી વધુ પાકિસ્તાન, ભારત,બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડામાં સર્ચ કરાયો હતો. ર૦ મેના ૧૧.ર૮ વાગ્યા સુધીના પરિણામમાં નરેન્દ્ર મોદી સર્ચ પોઇન્ટ ૯૦ અને રાહુલ ગાંધીના ૧૩ હતા.

જો વિસ્તારની દૃષ્ટિએ ગૂગલ સર્ચ પર નજર કરીએ તો નરેન્દૃ મોદી કી-વર્ડ સૌથી વધારે પાકિસ્તાનમાં(૮૮ ટકા) સર્ચ કરાયો હતો જયારે રાહુલ ગાંધીને પાક.માં સર્ચની ટકાવારી ૧ર ટકા જ હતી.તો ભારતમાં નરેન્દ્ર મોદીના સર્ચની ટકાવારી ૮૭ ટકા હતી અને રાહુલ ગાંધીની સર્ચની ટકાવારી ૧૩ ટકા હતી.

બાંગ્લાદેશની વાત કરીએ તો નરેન્દ્ર મોદીની ટકાવારી ૮૩ ટકા અને રાહુલની ૧૭ ટકા હતી.આ ઉપરાંત અમેરિકામાં નરેન્દ્ર મોદીના સર્ચની ટકાવારી ૮ર ટકા અને રાહુલ ગાંધીની સર્ચની ટકાવારી ૧૮ ટકા હતી. કેનેડામાં નરેન્દૃ મોદી સર્ચની ટકાવારી ૭૯ ટકા અને રાહુલ ગાંધીની  સર્ચની ટકાવારી ર૧ ટકા હતી.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!