GSTV

પાકિસ્તાને હોળીના પર્વ પર પોતાનો અસલી રંગ દેખાડ્યો, ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, જવાન શહીદ

jammu kashmir

Last Updated on March 22, 2019 by Alap Ramani

પાકિસ્તાને હોળીના પર્વ પર પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં કંટ્રોલ લાઇન પાસેની ચોકી પર ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ ગુરુવારે સવારે સુંદરબની સેક્ટરના કેરી વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે. પાકિસ્તાની સેનાએ જાન્યુઆરીથી કંટ્રોલ લાઇન પાસે 100થી વધારેવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

આ સિવાય જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપેરેમાં આતંકીદ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં એક અધિકારી સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરીય કાશ્મીર જિલ્લામાં સોપોના મુખ્ય ચોક પર આતંકવાદીઓએ એક ગ્રેનેડ ફેંક્યો.

વિસ્ફોટમાં એક પોલીસ અધિકારી સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંકનારા હુમલાખોરોને ઝડપવા સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!